Get The App

209 વીઘા જમીન, એક પેટ્રોલ પંપ, એક પ્લોટ..., રાજસ્થાનના લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું!

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
Nagaur Rajasthan


Nagaur Rajasthan: રાજસ્થાનની મામેરાની પરંપરા ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે એટલું મોટું મામેરું આપવામાં આવ્યું છે કે તમે પણ સાંભળીની ચોંકી જશો. રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આમાં દોઢ કરોડ રૂપિયા રોકડા, અનેક કિલો સોના-ચાંદીના દાગીના, જમીન અને એક પેટ્રોલ પંપ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગામના લગભગ 500 પરિવારોને ચાંદીના સિક્કા અને રોકડ પણ આપવામાં આવી હતી. 

લગ્નમાં 700 લોકોએ આપી હતી હાજરી 

લગ્ન 4 મેના રોજ થયા હતા. આ સમારોહમાં ભાગ લેવા માટે 100 કાર અને 4 બસો સહિત કુલ 700 લોકો પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, મામેરા માટે લગ્નમાં આવેલા 500 જાટ પરિવારોને દોઢ કરોડ રૂપિયા રોકડા, 1.25 કિલો સોનું, 15 કિલો ચાંદી, 209 વિઘા જમીન, અજમેરમાં 1 પ્લોટ, પેટ્રોલ પંપ, એક-એક ચાંદીનો સિક્કો અને અન્ય લોકોને 100 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.

મામેરાની કુલ રકમ 21 થી 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

રિપોર્ટ અનુસાર, મામેરાની કુલ રકમ 21 થી 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ મામેરા નાગૌરીના ઝાડેલી ગામના રોટાલિયા પરિવારે તેમના ભત્રીજા શ્રેયાંશના લગ્નમાં આપી હતી. શ્રેયાંશ વ્યવસાયે વકીલ છે. 

209 વીઘા જમીન, એક પેટ્રોલ પંપ, એક પ્લોટ..., રાજસ્થાનના લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું! 2 - image

Tags :