સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરશો 4 કામ, ઘરમાંથી ચાલ્યા જશે માં લક્ષ્મી
AI Image |
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુખ શાંતિ અને સમૃદ્ધ જીવન માટે કેટલાક વિશેષ નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં ખુશહાલી આવે છે. વાસ્તુના નિયમ પ્રમાણે સાંજના સમયે ઘરમાં કેટલાક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ મારવું અશુભ
આવો આ વિશે જાણીએ કે, વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યાસ્ત પછી ક્યા ક્યા કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે અને ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહેતો નથી.
તુલસીના પાન તોડવાથી આર્થિક તંગી આવે છે
સાંજના સમયે તુલસીના પાંદડા તોડવાની મનાઈ છે. એવું કહેવાય છે કે, તુલસીમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આ સમય દરમિયાન તુલસીના પાન તોડવાથી આર્થિક તંગી અને જીવનમાં દુર્ભાગ્ય પ્રવેશે છે.
સૂર્યાસ્ત સમયે ઉંઘવું આળસનું પ્રતીક
સૂર્યાસ્ત સમયે ઉંઘવું આળસનું પ્રતીક માનવામાં આવે છે. જે લોકો સાંજે સૂઈ જાય છે, તેમના જીવનમાં પ્રગતિ અટકી જાય છે અને દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. સાંજના સમયે ધનની લેવડ- દેવડ કરવી અશુભ માનવામાં આલે છે. આ સમયે ઉધાર આપવું અથવા ઉધાર લેવું એ નાણાકીય સંકટને આમંત્રણ આપે છે અને ધનને નુકસાન પહોંચે છે.