Get The App

નિર્જળા અગિયારસ પર બુધ ગોચરનો યોગ, આ 3 રાશિના જાતકોના ધન-વૈભવમાં થશે વધારો

Updated: Jun 3rd, 2025

GS TEAM

Google News
Google News
નિર્જળા અગિયારસ પર બુધ ગોચરનો યોગ, આ 3 રાશિના જાતકોના ધન-વૈભવમાં થશે વધારો 1 - image

Budh Gochar 2025: ધન, વાણી, બુદ્ધી અને વેપારના કારક ગ્રહ બુધ જલ્દી ગોચર કરવાના છે. બુધનું આ ગોચર નિર્જળા એકાદશીના ખાસ દિવસે થવાનું છે. જેનો 3 રાશિના લોકોને ખૂબ લાભ મળશે. 

બુધ ગ્રહ કરશે ગોચર

જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. બુધ આશરે 1 મહિનો ગોચર કરે છે. જૂનના પહેલા અઠવાડિયામાં જ બુધ ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરવાનો છે. 

આ પણ વાંચોઃ આવી રહી છે વર્ષની સૌથી મોટી અગિયારસ, ભૂલથી પણ ન કરવા જોઈએ આ 7 કામ

3 રાશિના જાતકોને થશે લાભ

6 જૂને બુધ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આ દિવસે નિર્જળા એકાદશી પણ છે. મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. એવામાં નિર્જળા એકાદશીના દિવસે બુધ સ્વરાશિમાં ગોચર વિશેષ યોગ બનાવે છે. જે 3 રાશિના જાતકો માટે શુભ રહેશે.

મેષઃ 

મેષ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ઘરમાં ખુશી લાવી શકે છે. ધન-સમૃદ્ધિમાં વધારો થશે. સમાજમાં તેમનું માન-સન્માન વધશે અને વેપારમાં લાભ થશે. મેષ રાશિના જાતકોની આર્થિક સમસ્યા દૂર થશે. 

આ પણ વાંચોઃ કરિયરમાં પ્રગતિ અને પરિવારમાં શાંતિ... શનિના કારણે 3 રાશિના જાતકોને થશે વિશેષ લાભ

બુધઃ

બુધ મિથુન રાશિનો સ્વામી છે અને ગોચર કરીને આ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જેનો સૌથી વધુ લાભ મિથુન રાશિના જાતકોને થશે. કારોબારીઓને નફો મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જૂના રોકાણથી લાભ થશે. 

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે બુધ ગોચરથી લાભ થશે. ધન-સંપત્તિના મુદ્દાનું નિરાકરણ આવશે. રોકાયેલા કામ ફરી શરૂ થશે અને લાભ થશે અને વેપારમાં ફાયદો થશે.