Get The App

કેદારનાથની યાત્રામાં કેટલો ખર્ચ થશે? ક્યાંથી લેવું ટોકન? જાણો સંપૂર્ણ બજેટ પ્લાન

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
કેદારનાથની યાત્રામાં કેટલો ખર્ચ થશે? ક્યાંથી લેવું ટોકન? જાણો સંપૂર્ણ બજેટ પ્લાન 1 - image


Kedarnath Yatra 2025: કેદારનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓએ રૅકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીમાં 11 લાખ લોકો બાબાના દર્શન કરી ચૂક્યા છે. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. 2013માં થયેલી દુર્ઘટના બાદ લોકોનો ઉત્સાહ ઓછો નથી થયો, લોકો દરેક પડકારોનો સામનો કરીને અહીં પહોંચે છે. જો તમે પણ કેદારનાથ જવા માંગો છો, પરંતુ બજેટના પ્રોબ્લેમના કારણે પ્રોગ્રામ કેન્સલ કરી રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે, સસ્તામાં કેદારનાથ યાત્રાનો પ્લાન પૂરો કરી શકો છો. 

આ પણ વાંચો: Numerology: રાજા જેવી લાઈફ જીવે છે આ તારીખો પર જન્મેલા લોકો, પર્સનાલિટી હોય છે રોયલ

કેવી રીતે જઈ શકાય કેદારનાથ

જો તમે ટ્રેન દ્વારા યાત્રા કરવા માંગો છો તો, તમારા માટે સૌથી નજીકનું સ્ટેશન હરિદ્વાર અને ઋષિકેશ રહેશે. તમારા શહેરથી ટ્રેનનું ભાડુ તમે જે શ્રેણીમાં મુસાફરી કરવા માંગો છો, તે પ્રમાણે નક્કી થશે. જો તમે અમદાવાદથી જઈ રહ્યા છો, જનરલ ટિકિટ 545 રુપિયા સુધી મળી જશે. અહીંથી તમારે સોનપ્રયાગ જવાનું રહેશે. અહીંથી તમને બસ અને ટેક્સીની સુવિધા મળી રહેશે. બસ ભાડું 600 રૂપિયા છે, જ્યારે શેરિંગ ટેક્સીનો ચાર્જ 800 રૂપિયા છે. પરંતુ બસ તમને સીતાપુર સુધી જ લઈ જશે, જે સોનપ્રયાગથી 2 કિમી દૂર છે. જો તમે ટેક્સી દ્વારા જાઓ છો, તો ટેક્સી સોનપ્રયાગ સુધી જઈ શકે છે. તેમજ જો તમે તમારા ખાનગી વાહન દ્વારા આવી રહ્યા છો, તો તમારે સોનપ્રયાગમાં વાહન પાર્ક કરવું પડશે.

સોનપ્રયાગમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને જો તમે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમારે અહીં બતાવવાનું રહેશે. સોનપ્રયાગથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કર્યા પછી તમારે ગૌરીકુંડ જવાનું રહેશે. સોનપ્રયાગથી ગૌરીકુંડ માટે ટેક્સી મળી રહેશે, તેના માટે તમારે 50 રુપિયા ભાડું ચૂકવવાનું રહેશે. સોનપ્રયાગથી ગૌરીકુંડ લગભગ 6 કિમી દૂર છે. ગૌરીકુંડમાં રહેવા માટે તમને હોટલ અને ગેસ્ટહાઉસ પણ મળી રહેશે.

ગૌરીકુંડમાં પવિત્ર સ્નાન

ગૌરીકુંડમાં તમે ગૌરા માઈ મંદિરની મુલાકાત લઈ શકો છો. અહીં એક પવિત્ર સ્નાન કુંડ આવેલો છે, જ્યાં સ્નાન કર્યા પછી શ્રદ્ધાળુઓ તેમની યાત્રાની શરુઆત કરે છે. તપ્ત કુંડ તરીકે પ્રખ્યાત આ કુંડમાં શિયાળામાં પણ ગરમ પાણી આવે છે. જો તમે ગૌરીકુંડથી આગળ જવા માટે પિઠ્ઠુ કે પાલખી લેવા માંગતા હો, તો તેના ભાવનું લિસ્ટ ત્યાં લગાવવામાં આવેલું છે. જો તમે ઘોડા દ્વારા જવા માંગતા હો, તો તમને આગળ ઘોડેસવારો પણ મળશે. જો તમે ટ્રેકિંગ દ્વારા જવા માંગતા હો, તો તમારે ત્યાંથી ચાલતા જવું પડશે.

આ પણ વાંચો: એક ઉપાયથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ! 19 વર્ષ બાદ યોગિની અગિયારસ પર સંયોગ

ગૌરીકુંડથી 3 કિમી ચાલ્યા બાદ સૌથી પહેલું મંદિર ચિરવાસા ભૈરોનાથજી મંદિર આવશે. આ મંદિરથી એક કિ.મી ચાલ્યા પછી જંગલ ચટ્ટી આવે છે. રાત્રે રહેવા માટે અહીં તંબુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ખાવા-પીવા તેમજ સામાન રાખવા અને મેડિકલ કેમ્પની સુવિધા પણ છે. ત્યાંથી જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ હવામાન બદલાતું રહેશે, રસ્તામાં ઘણી એવી જગ્યાઓ આવે જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો અને જો ઇચ્છો તો બીજા દિવસે તમારી યાત્રા શરુ કરી શકો છો. રસ્તામાં તમને ગ્લેશિયર પણ જોવા મળશે, કેદારનાથ મંદિરથી એક કિલોમીટર પહેલા ઘોડા ખચ્ચર માટે સ્ટોપ છે. ત્યાંથી તમારે એક કિલોમીટર ચાલીને જવું પડશે.

હેલીપેડથી થોડે દૂર દર્શન માટેનું ટોકન કાઉન્ટર છે, જ્યાંથી તમે ટોકન લઈ શકો છો. જેમાં દર્શનનો ટાઇમ દર્શાવવામાં આવેલો હોય છે. મંદિરની બહાર રોકાણ કરવું હોય તો 500થી 1200 રુપિયામાં ટેન્ટ લઈ શકો છો. 


Tags :