Get The App

જન્માષ્ટમીએ તુલસી છોડને લઈને આવી ભૂલ ના કરશો, નહીંતર મુશ્કેલીઓ આવવાની સંભાવના

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
જન્માષ્ટમીએ તુલસી છોડને લઈને આવી ભૂલ ના કરશો, નહીંતર મુશ્કેલીઓ આવવાની સંભાવના 1 - image
Image AI 

Krishna Janmashtami: જન્માષ્ટમી હિન્દુ ધર્મનો એક વિશેષ તહેવાર છે, આ દિવસે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 16 ઑગસ્ટના રોજ મનાવવામાં આવશે. 

જન્માષ્ટમીના દિવસે તુલસીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે કારણ કે, તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે. એટલે આ દિવસે તુલસી સાથે જોડાયેલી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. 

જન્માષ્ટમીના દિવસે મહિલાઓએ તુલસીની પૂજા વાળ બાંધીને કરવી જોઈએ અને આ દિવસે પૂજા કરતી વખતે કાળા કપડાં બિલકુલ ન પહેરવા જોઈએ.

આ ઉપરાંત જન્માષ્ટમીની સાંજે તુલસીને ભૂલથી પણ અડવું જોઈએ નહીં, કારણ કે, તુલસીને મા લક્ષ્મીનું રુપ માનવામાં આવે છે અને એવું કરવાથી મા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. 

જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ તુલસીના પત્તાને તોડવા નહીં, કારણ કે શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનનો અવતાર છે અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે.

આ સિવાય જન્માષ્ટમીના દિવસે તુલસી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ અને તુલસીની સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. તેમજ તુલસીજીની પરિક્રમા કરવાનું ન ભૂલશો.

આ પણ વાંચો: જન્માષ્ટમીએ કુલ 43 મિનિટ પૂજાનું મુહૂર્ત, જાણી લો વ્રત પારણાનો સાચો સમય

જન્માષ્ટમીના દિવસે મા લક્ષ્મી અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે તુલસીની આસપાસ કોઈપણ પ્રકારની ગંદકી ન કરવી જોઈએ. 

જન્માષ્ટમીના દિવસે તુલસીની સમક્ષ ભગવાન શ્રીકૃષ્ણના ચાર નામ ગોપાલ, ગોવિંદ, દેવકીનંદન અને દામોદરનું ઉચ્ચારણ કરવાનું ન ભૂલવું જોઈએ. 


Tags :