જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને માખણ મિસરીની સાથે આ 5 વસ્તુઓનો પણ ભોગ ધરાવો, જાણો શ્રી કૃષ્ણનો પ્રિય ભોગ
Bhog Prasad for Janmashtami 2025: શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને આ વર્ષે 16 ઓગસ્ટ શનિવારનાં રોજ જન્માષ્ટમી છે. જન્મ પછી બાળ ગોપાલને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે અને પછી ભોગ ચઢાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો સૌથી પ્રિય ભોગ માખણ-મિસરી છે, પણ આ ઉપરાંત શાસ્ત્રોમાં અન્ય વસ્તુઓનો ભોગ ચઢાવવા વિશે પણ કહેવામાં આવ્યું છે, જે તેમના જીવન ચરિત્ર અને બાળલીલાઓ પર આધારિત છે. ચાલો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણના 5 પ્રિય ભોગ વિશે...
માખણ-મિસરી
ભગવાન શ્રીકૃષ્ણને માખણ-મિસરી બહુ જ પ્રિય છે. ભગવાને બાળપણમાં ઘણા ઘરોમાંથી માખણ-મિસરીની ચોરી કરી હતી, તેથી ભક્તો તેમને માખણચોર પણ કહે છે.
પંચામૃત
દૂધ, મધ, ઘી, દહીં અને ખાંડમાંથી બનેલું પંચામૃત ખૂબ જ પવિત્ર મનાય છે. પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે અને તેનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ થાય છે. તેથી જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને પંચામૃતનો પણ ભોગ લગાવવો જોઈએ.
ફળ
જન્માષ્ટમીના દિવસે પ્રસાદમાં ફળો ચોક્કસ રાખો. તમે કેળા, સફરજન, દાડમ, જામફળ વગેરેનો ઉપયોગ કરી શકો છો.
પંજરી
કૃષ્ણ જન્માષ્ટમી અથવા રામ નવમી જેવા મોટા તહેવારોમાં પંજરીનો ભોગ પણ ચઢાવવામાં આવે છે. આ ભગવાનને અર્પણ કરવામાં આવતા મુખ્ય પ્રસાદમાંથી એક છે. પંજરીનો ભોગ ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે.
દૂધી કે માવાની બરફી
જન્માષ્ટમીના પ્રસંગે ઘણા ઘરોમાં ભગવાન કૃષ્ણનો ભોગ લગાવવા માટે ઘણી પ્રકારની બરફી બનાવવામાં આવે છે, જેને કેટલીક જગ્યાએ પાગ પણ કહે છે. આમાં તમે દૂધી, માવા, મગફળી, તલ વગેરેનો પાગ બનાવી શકો છો. આ પાગનો ઉપયોગ તમે મીઠાઈ તરીકે કરી શકો છો, જેનો ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે.
આ પણ વાંચો: જન્માષ્ટમીએ કુલ 43 મિનિટ પૂજાનું મુહૂર્ત, જાણી લો વ્રત પારણાનો સાચો સમય
આ વસ્તુઓનો પણ ભોગ લગાવી શકાય છે
આ ઉપરાંત, તમે ભોગમાં દૂધ અને દૂધમાંથી બનેલી મીઠાઈઓનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ, ઘણી જગ્યાએ 56 ભોગનું પણ આયોજન કરવામાં આવે છે. તમે બેસનના લાડુ, ખીર, ગોળ-ચણા, પેંડા વગેરેનો પણ ભોગ લગાવી શકો છો.