જન્માષ્ટમીએ કુલ 43 મિનિટ પૂજાનું મુહૂર્ત, જાણી લો વ્રત પારણાનો સાચો સમય
Janmashtami 2025: કૃષ્ણ જન્માષ્ટમી હિન્દુ ધર્મનો ખૂબ જ પાવન પર્વ છે, જે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રોહિણી નક્ષત્રમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો.
ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી 2025?
અષ્ટમી તિથિની શરુઆત 15 ઑગસ્ટ 2025ના રોજ રાત્રે 11:49 વાગ્યે થશે અને 16 ઑગસ્ટ 2025ના રોજ રાત્રે 09:34 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં દ્રિક પંચાંગ પ્રમાણે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 16 ઑગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ ભગવાન કૃષ્ણની 5252મી જન્મજયંતિ હશે.
પૂજા મુહૂર્ત
આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજાનું શુભ મુહૂર્ત મોડી રાત્રે 12:04થી 12:47 સુધી રહેશે. આવી સ્થિતિમાં પૂજાનું શુભ મુહૂર્ત કુલ 43 મિનિટ રહેશે. ચંદ્રોદય 16 ઑગસ્ટના રોજ રાત્રે 11:32 વાગ્યે થશે. બીજી તરફ રોહિણી નક્ષત્રની શરુઆત 17 ઑગસ્ટ 2025ના રોજ સવારે 04:38 વાગ્યે થશે અને 18 ઑગસ્ટ 2025ના રોજ સવારે 03:17 વાગ્યે સમાપ્ત થશે.
વ્રત પારણાનો સમય
પંચાંગ પ્રમાણે આ વર્ષે વ્રત પારણા 17 ઑગસ્ટના રોજ સવારે 5:51 વાગ્યે કરી શકાશે. જન્માષ્ટમીના દિવસે ભક્તો નિર્જળ અથવા ફળાહાર વ્રત રાખે છે. આ દિવસે પૂજામાં તુલસી, માખણ-ખાંડ, ધૂપ અને પંચામૃતનું વિશેષ મહત્ત્વ હોય છે.