Get The App

Holika Dahan 2025: હોલિકા દહનમાં ભદ્રા દોષ, માત્ર 1 કલાક 4 મિનિટનું શુભ મુહૂર્ત, આ પ્રકારે કરો પૂજા વિધિ

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
Holika Dahan 2025: હોલિકા દહનમાં ભદ્રા દોષ, માત્ર 1 કલાક 4 મિનિટનું શુભ મુહૂર્ત, આ પ્રકારે કરો પૂજા વિધિ 1 - image


Bhadra Dosha On Holika Dahan 2025 :  હોલિકા દહન હિન્દુ ધર્મમાં એક મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે. જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. અને તેના બીજા દિવસે રંગોનો તહેવાર ધુળેટી મનાવવામા આવે છે. વર્ષ 2025માં હોલિકા દહન 13 માર્ચના રોજ મનાવવામાં આવશે. જોકે, આ વર્ષે ભદ્ર દોષના કારણે શુભ મુહૂર્ત માત્ર 1 કલાક અને 4 મિનિટ માટે જ રહેશે, જે મધ્યરાત્રિએ થશે.

આ પણ વાંચો : હોળી પછી 15 જ દિવસમાં બે ગ્રહણ, તુલા-મકર સહિત આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું

શાસ્ત્રમાં ભદ્રાને અશુભ માનવામાં આવે છે

જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્રાને અશુભ માનવામાં આવે છે. ભદ્રા કાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. કારણ કે, આ સમયગાળામાં કરવામાં આવેલા કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. અથવા તો આ સમયગાળામા કરેલા કાર્યો સફળ થતા નથી. જેથી ભદ્રા કાળમાં દહન કરવું વર્જિત છે, કારણ કે તેનાથી નકારાત્મક અસર પડે છે. 

2025માં હોલિકા દહનનું શુભ મુહુર્ત

વર્ષ 2025મા ફાગણ મહિનાની પૂનમનો આરંભ 13 માર્ચના રોજ સવારે 10.35 કલાકે થશે. જ્યારે તેનું સમાપન 14 માર્ચના રોજ 12.23 કલાકે થશે. આ સમયગાળા દરમિયાન ભદ્રા કાળ 13 માર્ચની સાંજે 6.28 કલાક સુધી રહેશે. એટલે હોલિકા દહનનું શુભ મુહુર્ત 13 માર્ચની રાત્રે 11.26 કલાકથી 12.30 કલાક સુધી રહેશે. જે કુલ 1 કલાકને 4 મિનિટનો સમય રહેશે. 

હોલિકા દહનની વિધિ: 

સ્થાન પસંદગી:

સૌથી પહેલા હોલિકા દહન માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી ખૂબ જ મહત્ત્વની છે. તેના માટે જે જગ્યા સ્વચ્છ હોય અને નજીકમાં કોઈ જ્વલનશીલ વસ્તુઓ ન હોય તેવી જગ્યા પસંદ કરો.

હોલિકાની સ્થાપના: 

પસંદ કરેલી જગ્યાએ ગાયના સૂકા છાણા તેમજ લાકડાને યોગ્ય રીતે ગોઠવો અને તેના પર ગાયના છાણમાંથી બનેલી હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ મૂકો.

આ પણ વાંચો : હોળી પછી રાહુ-કેતુ બનાવી રહ્યા છે ખતરનાક યોગ, કન્યા-મેષ સહિત ત્રણ રાશિના જાતકો માટે શરુ થશે મુશ્કેલ સમય

પૂજા સામગ્રી:

કંકુ, ચોખા, ફૂલો, નારિયેળ, ગોળ, કાચો દોરો, હળદર, પતાશા, નવો પાક (જેમ કે ઘઉંના કણસા), પાણીનો વાસણ વગેરે એકત્રિત કરો.

પૂજા વિધિ:

  • સૌથી પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરો અને કંકુ -અક્ષત અર્પણ કરો.
  • હોલિકા અને પ્રહલાદની પ્રતિમા પર કંકુ ,ચોખા, ફૂલો અર્પણ કરો.
  • કાચા દોરાથી હોલિકાની આસપાસ ત્રણ કે સાત વાર વીંટાળો.
  • હોલિકાને નારિયેળ, ગોળ, મીઠાઈ, નવા પાક વગેરે અર્પણ કરો.
  • પાણી અર્પણ કરો અને હોલિકા દહન માટે પ્રાર્થના કરો.

Tags :