હોળી પછી રાહુ-કેતુ બનાવી રહ્યા છે ખતરનાક યોગ, કન્યા-મેષ સહિત ત્રણ રાશિના જાતકો માટે શરુ થશે મુશ્કેલ સમય
Image: Freepik
Rahu Ketu Gochar 2025: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમયાંતરે નક્ષત્ર અને રાશિ પરિવર્તન કરે છે, જેનાથી ન માત્ર માનવ જીવન પરંતુ સમગ્ર વિશ્વ પર વ્યાપક પ્રભાવ પડે છે. આ વર્ષે હોળીનું પર્વ 14 માર્ચ મનાવવામાં આવશે અને આના ઠીક બે દિવસ બાદ એટલે 16 માર્ચની સાંજે રાહુ અને કેતુ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરશે. રાહુ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે કેતુ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. આ પરિવર્તનની અસર અમુક રાશિઓ પર નકારાત્મક રીતે પડી શકે છે, જેનાથી તેમને આર્થિક નુકસાન, આરોગ્ય સંબંધિત મુશ્કેલી અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.
મેષ રાશિ
રાહુ અને કેતુનો આ સંયોગ મેષ રાશિના જાતકો માટે પડકારપૂર્ણ સાબિત થઈ શકે છે. આ દરમિયાન વેપારમાં અવરોધ આવી શકે છે. જેનાથી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. જીવનસાથીની સાથે મતભેદ વધવાની શક્યતા છે. તેથી સંબંધોમાં ધીરજ રાખો. ક્રોધ પર નિયંત્રણ રાખવો જરૂરી હશે, નહીંતર કામ પણ બગડી શકે છે. સાથે જ કોઈ જૂની બીમારી ફરીથી ઉભરી શકે છે. તેથી આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. અત્યારે નવા કાર્યની શરુઆત કરવાથી બચવું જ શ્રેષ્ઠ રહેશે.
કન્યા રાશિ
રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. આ દરમિયાન કાર્યસ્થળ પર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, જેનાથી નોકરિયાત લોકોને અનિચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર કે પ્રમોશનમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. માનસિક તણાવ વધી શકે છે, જેનાથી જીવનમાં અસ્થિરતાનો અનુભવ થઈ શકે છે. આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે અને નકામા ખર્ચા વધી શકે છે. અત્યારે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતાં પહેલા સારી રીતે વિચાર કરી લેવો જરૂરી રહેશે.
આ પણ વાંચો: હોળીના બીજા જ દિવસથી કન્યા-સિંહ સહિત 4 રાશિના જાતકોને થશે લાભ, સૂર્ય કરશે રાશિ પરિવર્તન
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે રાહુ અને કેતુનું આ નક્ષત્ર પરિવર્તન મુશ્કેલીઓ વધારી શકે છે. અત્યારે ઉધાર ધન આપવાથી બચવું, કેમ કે ધન પાછું મળવાથી પરેશાની થઈ શકે છે. રોકાણથી પણ અંતર જાળવી રાખવું યોગ્ય રહેશે કેમ કે આર્થિક નુકસાનની શક્યતા છે. વેપારમાં મંદીનો સામનો કરવો પડી શકે છે. જેનાથી આવક પ્રભાવિત થઈ શકે છે. કાર્યસ્થળ પર સીનિયર કે જુનિયરની સાથે મતભેદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ સિવાય વાહન ચલાવતી વખતે સમય સતર્કતા રાખો, કેમ કે દુર્ઘટનાના યોગ બની રહ્યા છે.
બચવાના ઉપાય
હનુમાનજીની પૂજા કરો અને દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરો.
રાહુ-કેતુના પ્રભાવને ઘટાડવા માટે મહામૃત્યુંજય મંત્ર કે રાહુ-કેતુના મંત્રોનો જાપ કરવો.
કાળા તલ અને સરસવના તેલનું દાન કરો.
અચાનક મોટા રોકાણથી બચવું અને આર્થિક નિર્ણય સમજી-વિચારીને લો.
શાંત અને સંયમિત રહો. કોઈ પણ પ્રકારના વિવાદથી બચવું.