Get The App

આવતીકાલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ, સૂર્ય-શનિનો દુર્લભ સંયોગ બનશે!

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
આવતીકાલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ, સૂર્ય-શનિનો દુર્લભ સંયોગ બનશે! 1 - image

Grah Gochar 2025:  શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં બિરાજમાન છે અને તે આ જગ્યાએ બેસીને કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરતાં જોવા છે. આવી જ દુર્લભ યુતિ 27 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે બનવા જઈ રહી છે, જે ખૂબ ખાસ માનવામાં આવી રહી છે. હકીકતમાં 27 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે શનિદેવ પર ગ્રહોના રાજા સૂર્યની વિશેષ દૃષ્ટિ પડવાની છે. જે ખૂબ જ અનોખી અને પ્રભાવશાળી માનવામાં આવી રહી છે. તેથી આવતીકાલથી 3 રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરુ થઈ રહ્યો છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે સૂર્યની શનિ પર શુભ દૃષ્ટિ 50 વર્ષ પછી બની રહી છે. 

આ પણ વાંચો: આ વર્ષે 10 દિવસ નોરતા તો આઠમ અને નવમી ક્યારે? જાણો કન્યા પૂજનના શુભ મુહૂર્ત

આ ઉપરાંત પંચાંગ પ્રમાણે સૂર્ય આવતી કાલે ચંદૃમાના નક્ષત્ર હસ્ત નક્ષત્રમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્યની આ બદલાતી ચાલની અસર સીધી માનવ જીવન પર જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કે, સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન અને સૂર્યની શનિ પર શુભ દૃષ્ટિથી કઈ કઈ રાશિને લાભ મળશે. 

1. વૃષભ રાશિ

સૂર્યની શુભ દૃષ્ટિ વૃષભ રાશિવાળાઓને ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરી દેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. વડીલોનો સહયોગ મળશે. નવી તકો સામે આવશે, જેથી આર્થિક લાભ થવાની સંભાવના છે. પરિવારમાં પણ તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે. આ સમયમાં તમે જે પણ કામ શરુ કરશો, તેમાં સંપૂર્ણ સફળતા મળશે. 

2. મિથુન રાશિ

મિથુન રાશિવાળા માટે સૂર્યની દૃષ્ટિ ધન અને કરિયરમાં સુધારો કરનારી છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં તરક્કીના અવસરો મળશે. પારિવારિક જીવનમાં સુમેળ વધશે. સંબંધો મધુર બનશે. આ સમય રોકાણ માટે પણ ફાયદાકારક બની શકે છે.

આ પણ વાંચો: ત્રણ રાશિના જાતકો સાડા ચાર મહિના રહે સાવધાન, વિવાદથી દૂર રહો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો

3. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળાઓ માટે સૂર્યની દૃષ્ટિ ઘર પરિવાર અને સંપત્તિ સાથે જોડાયેલા મામલોમાં શુભ સમાચાર લાવશે. તમે પરિવારની સાથે સમય વીતાવીને સંતોષનો અનુભવ કરી શકશો. જમીન, વાહન સાથે જોડાયેલા કામોમાં સફળતા મળવાની સંભાવના છે, સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક શાંતિ વધશે.