ત્રણ રાશિના જાતકો સાડા ચાર મહિના રહે સાવધાન, વિવાદથી દૂર રહો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો
Shani Margi 2025: હિન્દુ જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા, દંડાધિકારી અને કર્મફળદાતા કહેવામાં આવે છે. નવગ્રહોમાં શનિને વિશેષ સ્થાન મળેલું છે. વર્તમાન સમયમાં શનિ દેવ મીન રાશિમાં વક્રી છે અને જૂન 2027 સુધી આ રાશિમાં ભ્રમણ કરશે. જ્યોતિષી ગણતરી પ્રમાણે લગભગ 138 દિવસો સુધી વક્રી ચાલ પછી શનિ 28 નવેમ્બરે માર્ગી થશે.
આ પણ વાંચો: શનિ-શુક્ર બનાવશે શક્તિશાળી રાજયોગ, આ રાશિના જાતકોને ધન લાભ થશે
શનિનું માર્ગી થવું કેટલાક જાતકો માટે શુભ અવસર લઈને આવશે, તો જે રાશિઓને હાલમાં શનિની સાડાસાતિ ચાલી રહી છે, તેઓએ વિશેષ સાવધાની રાખવાની જરુર છે. આવો જાણીએ કે, શનિ માર્ગી થવાથી કઈ રાશિઓએ સાવધાન રહેવાની જરુર છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ હાલમાં શનિની સાડાસાતિમાંથી પસાર થઈ રહ્યા છે. શનિ માર્ગી થવાથી આ લોકોને આ સમયગાળામાં મિશ્ર પરિણામ આપી શકે છે. આ દરમિયાન કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવો, નહીંતર નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કાર્યસ્થળ પર સખત મહેનત કરવી પડશે. પરિવારમાં નાની મોટી વાતોમાં મતભેદ થવાની સંભાવના રહેલી છે.
મીન રાશિ
મીન રાશિના જાતેકો માટે વર્તમાન સમય પડકારોયુક્ત કહી શકાય છે. શનિના માર્ગી થયા પછી માનસિક તણાવ, આર્થિક નુકસાન અને દેવુ વધી શકે છે. આરોગ્યને લઈને બેજવાબદારી ભારે પડી શકે છે. પારિવારિક જીવનમાં પણ મુંઝવણ ભરી સ્થિતિ પેદા થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા જાતકો પણ શનિની સાડાસાતિમાંથી પસાર થઈ રહ્યા છે. આર્થિક નુકસાન અને આરોગ્ય સંબંધિત સમસ્યા સામે આવી શકે છે. નોકરી કરતાં લોકોને સખત મહેનત કરવી પડી શકે છે અને વ્યાપારીઓને નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરુર છે. હાલમાં પરિવારના વડીલોના આરોગ્ય અંગે વિશેષ ધ્યાન રાખવાની જરુર છે.