Get The App

આ વર્ષે 10 દિવસ નોરતા તો આઠમ અને નવમી ક્યારે? જાણો કન્યા પૂજનના શુભ મુહૂર્ત

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
આ વર્ષે 10 દિવસ નોરતા તો આઠમ અને નવમી ક્યારે? જાણો કન્યા પૂજનના શુભ મુહૂર્ત 1 - image

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિ આ વખતે 22 સપ્ટેમ્બર, 2025 થી 1 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા નવ દિવસ માટે કરવામાં આવે છે. આમાંથી બે દિવસો, મહાઅષ્ટમી અને મહાનવમી, ખાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે કન્યા પૂજનનું કાસ મહત્ત્વ રહેલું છે. કન્યા પૂજનમાં નવ કન્યાઓને દેવીના સ્વરૂપ તરીકે પૂજા કરવામાં આવે છે અને તેમને હલવો પુરીનો ભોજન કરાવવામાં આવે છે.

પંચાંગ પ્રમાણે આ વર્ષે મહાઅષ્ટમી, અથવા દુર્ગા અષ્ટમી, મંગળવાર, 30 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે.  જ્યારે મહાનવમી બીજા દિવસે એટલે કે, 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ બે પવિત્ર દિવસોમાં ખાસ પ્રાર્થના, કન્યા વ્રત અને ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે, જે નવરાત્રિ ઉત્સવના પૂર્ણાહુતિ સાથે દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

આ પણ વાંચો: ત્રણ રાશિના જાતકો સાડા ચાર મહિના રહે સાવધાન, વિવાદથી દૂર રહો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો

મહાઅષ્ટમી 2025 ની તારીખ

આ દિવસને દેવી દુર્ગાની પૂજા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે. કન્યા પૂજન ખાસ કરીને આ દિવસે ઉજવવામાં આવે છે. પંચાંગ પ્રમાણે આ વર્ષે અશ્વિન મહિનાની અષ્ટમી તિથિ 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ સાંજે 4:31 વાગ્યે શરૂ થશે. આ તારીખ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ સાંજે 6:06 વાગ્યે સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ખાસ પૂજા, હવન, કન્યા પૂજન અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.

મહાઅષ્ટમી કોની થાય છે પૂજા 

શારદીય નવરાત્રિની મહાઅષ્ટમીએ નવદુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવાનો પરંપરા છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે તેમણે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર પ્રાર્થના કરી હતી. જેના કારણે તેમનું શરીર કાળું થઈ ગયું હતું. જ્યારે ભગવાન શિવ તેમની સમક્ષ પ્રગટ થયા ત્યારે તેમનું શરીર તેમની કૃપાથી ગોરું થઈ ગયું.

મહાનવમી 2025 તારીખ

હિન્દુ પંચાંગ પ્રમાણે આ વર્ષે અશ્વિન મહિનાની અષ્ટમી તિથિ 1 ઓક્ટોબરથી શરૂ થશે. મહાઅષ્ટમીની જેમ કન્યા પૂજન પણ મહાનવમીના રોજ કરવામાં આવે છે. છોકરીઓને ફળો, મીઠાઈઓ, હલવો, પુરી વગેરે આપવામાં આવે છે અને ભેટો અથવા પૈસા આપવામાં આવે છે.

અષ્ટમી કન્યા પૂજન મુહૂર્ત

કન્યા પૂજનનો શુભ સમય 20 સપ્ટેમ્બરના રોજ સવારે 5:01 થી 6:13 સુધી રહેશે. બીજો શુભ સમય 10:41 થી 12:11 વાગ્યા સુધી રહેશે. તમે અષ્ટમી પર અભિજિત મુહૂર્ત દરમિયાન સવારે 11:47 થી 12:35 વાગ્યા સુધી કન્યા પૂજન પણ કરી શકો છો.

આ પણ વાંચો: શનિ-શુક્ર બનાવશે શક્તિશાળી રાજયોગ, આ રાશિના જાતકોને ધન લાભ થશે

મહાનવમી કન્યા પૂજન મુહૂર્ત

મહાનવમીએ કન્યા પૂજનનો શુભ સમય 1 ઓક્ટોબરના રોજ સવારે 5:01 થી 6:14 વાગ્યા સુધી રહેશે. વધુમાં તમે મહાનવમી પર બપોરે 2:09 થી 2:57 વાગ્યા સુધી કન્યા પૂજન કરી શકો છો.


Tags :