ગણેશ ઉત્સવ 2025 : વિસર્જન અગાઉ ઉંદર દેખાવા પાછળ આ છે મોટો સંકેત, અવગણના ન કરશો
Ganesh Festival 2025: ભારતભરમાં ખૂબ જ ધામ ધૂમથી ગત બુધવારે ગણેશ ચતુર્થી પર્વ શરુ થયું. આ ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. 27 ઓગસ્ટના રોજ ભક્તોએ પોતાના ઘરોમાં ગણપતિની સ્થાપના કરી હતી. હવે, તેમની મૂર્તિ 6 સપ્ટેમ્બરના રોજ વિસર્જન કરાશે. ઘરોમાં સ્થાપિત કર્યા પછી કેટલાક લોકો ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કર્યું છે. વાસ્તવમા ભક્તો તેમની શ્રદ્ધા અનુસાર, ભગવાન ગણેશની મૂર્તિ દોઢથી ત્રણ, પાંચ, સાત અને દસ દિવસની સેવા માટે ઘરમાં બેસાડે છે. જો તમને ગણેશ ચતુર્થી અને વિસર્જન સમય દરમિયાન વચ્ચે ક્યાંય ઉંદર દેખાય છે, તો તેની પાછળ એક મોટો સંકેત રહેલો છે.
આ પણ વાંચો: ગ્રહણકાળમાં તુલસી સંબંધિત આ ભૂલથી સાવચેત રહેજો નહીંતર વિપદાનો સામનો કરવો પડશે
ઉંદર દેખાવા પાછળ શું સંકેત
સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે, કોઈ વસ્તુ અચાનક દેખાવા પાછળ કોઈ સંકેત હોય છે. તેને ક્યારેય અવગણવું ન જોઈએ. જો તમને ગણેશ ઉત્સવ દરમિયાન ક્યાંય ઉંદર દેખાય છે, તો તેની પાછળ એક મોટો સંકેત છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે, જો ગણેશ ચતુર્થીની આસપાસ ઉંદર દેખાય છે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, ભગવાન ગણેશજીએ તમને આશીર્વાદ આપ્યા છે. ઉપરાંત, તેનો અર્થ એ પણ છે કે જીવનમાંથી બધા અવરોધો ટૂંક સમયમાં દૂર થવાના છે. જો કોઈને સફેદ ઉંદર દેખાય છે, તો તે વધુ શુભ છે. તેને જોવાનો અર્થ એ છે કે હવે જીવનમાં બધા ફેરફારો સકારાત્મક થશે.
આ પણ વાંચો: 3 સપ્ટેમ્બરથી આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે, મંગળ કરશે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ
ઉંદરનું બહાર જવું એ એક સારો સંકેત
જો તમે ઉંદરને ઘરની બહાર જતા જોઈ રહ્યા છો, તો તેનો અર્થ વધુ સારો છે. આવા ઉંદરને જોવા પાછળનો સંકેત એ છે કે તે ઘરમાંથી બધી સમસ્યાઓ દૂર લઈ જઈ રહ્યો છે. ઉપરાંત, તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ છોડી રહ્યો છે. ઘણા લોકો ઉંદરને જોવાને અશુભ માને છે.