ગ્રહણકાળમાં તુલસી સંબંધિત આ ભૂલથી સાવચેત રહેજો નહીંતર વિપદાનો સામનો કરવો પડશે
Chandra Grahan 2025 : 7 સપ્ટેમ્બર 2025ના રોજ આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ શનિની રાશિ કુંભ અને પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં થશે. તે ભારતમાં સંપૂર્ણપણે દેખાશે, તેથી તેનો સૂતક કાળ માન્ય રહેશે. ગ્રહણની શરૂઆત 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે 1:26 વાગ્યે સમાપ્ત થશે. શાસ્ત્રો પ્રમાણે સૂતક કાળ ચંદ્રગ્રહણના લગભગ 9 કલાક પહેલા શરૂ થાય છે. તેથી 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણનું સૂતક બપોરે 12:57 વાગ્યે શરૂ થશે.
જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આવી સ્થિતિમાં ચંદ્ર ઢંકાઈ જાય છે અને એક વિશેષ ખગોળીય ઘટનાનું નિર્માણ થાય છે. શાસ્ત્રો પ્રમાણે ચંદ્રગ્રહણ દરમિયાન તુલસીનું મહત્વ વધુ વધી જાય છે, પરંતુ આ સમય દરમિયાન તુલસી સંબંધિત કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.
ખંડિત પાન ન લેવા
તમે જે વસ્તુઓમાં તુલસીના પાન મૂકો છો તેમાં ફક્ત સ્વચ્છ અને આખા તુલસીના પાનનો ઉપયોગ કરવો. અશુદ્ધ અથવા ખંડિત પાનનો ઉપયોગ ન કરવો જોઈએ.
તુલસીને ખુલ્લી જગ્યાએ ન છોડવી
ગ્રહણ દરમિયાન તુલસીના છોડને ખુલ્લી જગ્યામાં ન છોડવો. ગ્રહણના નકારાત્મક પડછાયાથી તુલસીના છોડને બચાવવા માટે તુલસીના છોડના કુંડા પર ગેરુ અથવા લાલ રંગ લગાવવો શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન... સરકારે 2030 સુધી આ યોજના લંબાવી
તુલસીને સ્પર્શ ન કરવી
સૂતક શરૂ થયા પછી તુલસીને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જો તમે તુલસીના પાન વાપરવા માંગતા હો તો તેને સૂતક શરૂ થાય તે પહેલાં જ તોડીને રાખી દો.