3 સપ્ટેમ્બરથી આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે, મંગળ કરશે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ
Mangal Gochar 2025: પંચાંગ અનુસાર, સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં 3 સપ્ટેમ્બરે મંગળ ગ્રહનું નક્ષત્ર બદલાશે. એટલેકે મંગળ ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, મંગળ પોતે ચિત્રા નક્ષત્રનો સ્વામી છે, જેના કારણે આ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તે સિવાય, કેટલીક રાશિઓનું ભાગ્ય પણ ચમકશે.
આ પણ વાંચો : પિતૃ પક્ષમાં જ ચંદ્રગ્રહણ, 4 રાશિના જાતકો માટે ટેન્શન
મેષ
મંગળના નક્ષત્રમાં પરિવર્તનથી મેષ રાશિના જાતકોની સ્થિતિ સુધરશે. અટકાયેલું ધન ફરી મળી શકે છે. આવકનો નવો સ્ત્રોત ખૂલી શકે છે. સાથે મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારી અથવા મનપસંદ જગ્યા પર ટ્રાન્સફર મળી શકે છે.
મિથુન
મંગળના નક્ષત્રમાં પરિવર્તનને કારણે, મિથુન રાશિના જાતકોના વ્યવસાયમાં પ્રગતિ થશે. વેપારીઓ માટે નવા સોદા આવશે. પાર્ટનરશિપથી મોટો નફો થશે. મહેનતનું ફળ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે.
ધન
મંગળના નક્ષત્રમાં પરિવર્તન ધનુ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. તમને દરેક કાર્યમાં શુભ પરિણામ મળશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક તણાવમાંથી પણ રાહત મળશે.