Get The App

જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે 1 - image


Ganesh Utsav, Jamnagar: જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, અને પ્રતિદિન ગણપતિ દાદાની મહાઆરતી ઉપરાંત ધૂન, ભજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરતાં જામનગરના ચાંદી બજાર સ્થિત શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા મૂષક પાલખી થીમ પર આધારિત ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન તેમજ ચાંદીના ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો: બુધવારથી ગણેશોત્સવનો થશે પ્રારંભ, જાણો ગણપતિ સ્થાપન અને વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ

જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે 2 - image

મૂષક પાલખી ઉપર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરાશે

આ વર્ષે મૂષક પાલખી ઉપર ગણપતિ બાપ્પાની પ્રતિમા સાથે શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરાશે. મૂર્તિની સ્થાપના 26 ઓગસ્ટને મંગળવાર સાંજે 6 વાગ્યે વાજતે ગાજતે કરવામાં આવશે. જામનગરના ખંભાળીયા ગેઇટ, વિસ્તારમાંથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને ત્યાંથી હવાઈચોકથી સેન્ટ્રલ બેંક રોડ માંડવી ટાવર થઇ ચાંદી બજાર વિસ્તારમાં પહોંચીને શોભા યાત્રા પૂર્ણ થશે.

આ પણ વાંચો: ગણેશ ચતુર્થી 2025: લાડુ કે શીરો જ નહીં આ 5 ખાસ ભોગથી પણ પ્રસન્ન થશે દુંદાળા દેવ

દર વર્ષે શોભાયાત્રા યોજવામાં આવે છે

આ શોભાયાત્રા દર વર્ષ યોજવામાં આવે છે. જેમાં અનેક ભક્તો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જોડાય છે. સમગ્ર યાત્રા દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાય છે. અને ભક્તો હર્ષોલ્લાસથી ભાગ લે છે.  શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ શોભાયાત્રામાં જામનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રોજ વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમો

ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ ચાંદી બજાર રોજ સવારે અને સાંજે મહારાષ્ટ્રીયન મરાઠી આરતી કરવામાં આવશે.તા. 31/08/2025 ને રવિવારે 151 દિવાનની મહા આરતી, રાત્રે 8.30 કલાકે, અને ભક્તિ સંગીત નો કાર્યક્રમ રાત્રે 10.00 કલાકે યોજાશે. તા. 02-09-2025 ને મંગળવારે હર્ષિદા ગરબા મંડળ દ્વારા રોજ રાત્રે 10.00 કલાકે ભજનનો કાર્યક્રમ  યોજાશે. આ ઉપરાંત 6/09/2025 ના રોજ ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળશે.જે બપોરે 12.00 કલાકે ચાંદીબજારથી હવાઈચોક થઈને એસટી   રોડ, સાત રસ્તા થઈ વિશાલ હોટલની પાસે જે.એમ.સી. ના બનાવેલા કૃતિમ કુંડમાં ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવશે.

Tags :