Get The App

ગણેશ ચતુર્થી 2025: લાડુ કે શીરો જ નહીં આ 5 ખાસ ભોગથી પણ પ્રસન્ન થશે દુંદાળા દેવ

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
ગણેશ ચતુર્થી 2025: લાડુ કે શીરો જ નહીં આ 5 ખાસ ભોગથી પણ પ્રસન્ન થશે દુંદાળા દેવ 1 - image


Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી, હિન્દુ ધર્મમાં ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાતો તહેવાર છે. આ વખતે ગણેશોત્સવ 27 ઓગસ્ટના રોજથી શરુ થઈ રહ્યો છે, જે દશ દિવસ સુધી ઉજવવામાં આવશે. આ તહેવાર વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવતા ભગવાન ગણેશના જન્મ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારની શરુઆત ઘરોમાં અને પંડાલોમાં ગણપતિજીની માટીની મૂર્તિ સ્થાપિત કરીને કરવાથી થાય છે.

આ પણ વાંચો: બુધવારથી ગણેશોત્સવનો થશે પ્રારંભ, જાણો ગણપતિ સ્થાપન અને વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ

ભક્તો તેમના ઘરે આવેલા ગણપતિને હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે અને ભગવાનને ભોગ ધરાવે છે. જોકે આપણને સૌને ખબર છે કે, ભગવાન ગણેશને લાડુ ખૂબ જ પ્રિય છે. પરંતુ તે ઉપરાંત તેમને બીજા અન્ય બીજા પણ ભોગ અર્પણ કરવામાં આવે છે. આજે અમે તમને ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને અર્પણ કરવામાં આવતા કેટલાક ખાસ ભોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિને અર્પણ કરવામાં આવતા ભોગ વિશે વાત કરીએ.

મોતીચુરના લાડુ

મોતીચુરના લાડુ ભગવાન ગણેશની ખૂબ જ પ્રિય મીઠાઈઓમાંની એક છે. ખાંડની ચાસણીમાં બોળેલા નાના ચણાના લોટના દાણામાંથી બનાવવામાં આવેલા આ ગોળ લાડુ સુખ, સંપૂર્ણતા અને સમૃદ્ધિનું પ્રતીક છે.

પાયસમ

પાયસમ દક્ષિણ ભારતની એક લોકપ્રિય મીઠાઈ છે, જે દૂધ, ચોખા અને ગોળ અથવા ખાંડમાંથી બનાવવામાં આવે છે. તેમાં એલચી તેમજ વિવિધ સૂકા ફળો ઉમેરીને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.

કેળાનો શીરો

આ વાનગી સોજી, પાકેલા કેળા, દૂધ અને સૂકા ફળોમાંથી બનાવવામાં આવે છે. કેળાનો શીરો ઘણીવાર મંદિરોમાં પ્રસાદ તરીકે પણ પીરસવામાં આવે છે.

આ પણ વાંચો: ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું આ 5 રાશિઓ માટે ભાગ્યશાળી, રોજગારમાં પ્રગતિના સંકેત

નારિયેળ ભાત

આ વાનગી બનાવવા માટે ભાતને નારિયેળના દૂધમાં રાંધવામાં આવે છે અને હળવા મસાલા સાથે પીરસવામાં આવે છે. નારિયેળ ભાત તેની શુદ્ધતા અને સુગંધ માટે જાણીતું છે. દક્ષિણ ભારતના રીતરિવાજોમાં તેને શુભ માનવામાં આવે છે અને ભગવાન ગણેશને અર્પણ કરવા માટે એક અદ્ભુત પ્રસાદ છે.

રવા પોંગલ

રવા પોંગલ પણ ગણેશ ચતુર્થીના તહેવાર પર પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ સોજી, મગની દાળ, ઘી અને કાજુમાંથી બનેલી હળવી મસાલેદાર વાનગી છે.

Tags :