ગણેશ ચતુર્થી 2025: આજે ભૂલથી પણ ન કરતાં ચંદ્રના દર્શન, કલંક લાગતો હોવાની છે માન્યતા; જાણો પૌરાણિક કથા
Ganesh Chaturthi 2025: આજે દેશભરમાં ગણેશ ચતુર્થીનું મહાપર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, આ દિવસે ચંદ્ર દર્શન નિષેધ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ચંદ્ર જોવાથી વ્યક્તિ પર ખોટા આરોપો અથવા જૂઠાણાનો કલંક લાગી શકે છે. વ્યક્તિની છબી કલંકિત થઈ શકે છે. તેની પાછળ એક પૌરાણિક કથા પણ ટાંકવામાં આવી છે.
આ પણ વાંચો: ગણેશજીનું વાહન ઉંદર કેમ બન્યું? જાણો તેની પાછળની પૌરાણિક કથા
પૌરાણિક કથા પ્રમાણે એક વખત ભગવાન ગણેશ તેમની પ્રિય મીઠાઈનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે ચંદ્ર દેવ ત્યાંથી પસાર થતા હતા, તેમણે તેમને જોયા અને તેમની મજાક ઉડાવવા લાગ્યા. ચંદ્ર દેવે તેમના સૌંદર્ય અને રુપનો અંહકારમાં આવું કર્યું હતું. આનાથી ગુસ્સે થઈને ભગવાન ગણેશ ચંદ્ર દેવને શ્રાપ આપ્યો કે તેમનું રુપ અને તેજ નાશ પામશે. અને જે કોઈ તેમને આ રુપમાં જોશે તે પણ કલંકિત થઈ જશે.
શાપને કારણે ચંદ્રે તેની ચમક ગુમાવી દીધી
શાપ આપતાની સાથે જ ચંદ્રના બધી જ કળાઓમાં ક્ષીણ થવા લાગ્યા અને તેની ચમક સમાપ્ત થવા લાગી. પછી ચંદ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે ભગવાન ગણેશની માફી માંગી અને તેમને પ્રાર્થના કરી. ત્યાર બાદ તેમની ભક્તિ અને પસ્તાવાથી ખુશ થઈને ગણેશજીએ કહ્યું કે, આ શાપને સંપૂર્ણપણે પાછો ખેંચવો શક્ય નથી. પરંતુ તેને સીમીત કરી શકાય.
ગણેશજીએ કહ્યું કે શ્રાપ ઘટાડતા કહ્યું કે, ચંદ્ર જોઈને કલંકિત થવાનો શાપ માત્ર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે જ લાગુ પડશે. એવું કહેવાય છે કે તે દિવસે ચંદ્ર દર્શન કરવા નિષેધ માનવામાં આવે છે. આ દિવસને કલંક ચોથ અથવા કલંક ચતુર્થી પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો: ગણેશ ચતુર્થીની સાંજે ઘરની આ દિશામાં પ્રગટાવો દીવો, મળશે બાપ્પાના આશીર્વાદ
પૌરાણિક માન્યતા અનુસાર, જો કોઈને ભૂલથી વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દેખાય છે, તો વ્યક્તિએ "શ્રીમદ ભાગવત" માં વર્ણવેલ શ્રી કૃષ્ણની શ્યામંતક મણિ કથાનો પાઠ કરવો અથવા સાંભળવો જોઈએ. આ વાર્તા સાંભળીને અથવા વર્ણન કરીને ચંદ્ર જોવાથી થતા કલંકનો પ્રભાવ સમાપ્ત થાય છે. આ ઉપરાંત, કેટલાક લોકો આ દિવસે ગણેશજીના મંત્રનો જાપ પણ કરે છે.
ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર કેટલા સમય સુધી દેખાશે?
આજે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રાસ્તનો સમય રાત્રે 8.55 વાગ્યા સુધીનો જણાવવામાં આવ્યો છે. જ્યોતિષીઓ સલાહ આપે છે કે જે લોકો 27 ઓગસ્ટના રોજ સાંજે કે રાત્રે ઘરની બહાર નીકળે છે તેમણે રાત્રે ચંદ્ર જોવાનું ટાળવું જોઈએ.