ગણેશ ચતુર્થીની સાંજે ઘરની આ દિશામાં પ્રગટાવો દીવો, મળશે બાપ્પાના આશીર્વાદ
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થીના 10 દિવસીય મહોત્સવની આજથી શરૂઆત થઈ ગઈ છે. જે 6 સપ્ટેમ્બર, શનિવારે અનંત ચતુર્દશીના દિવસે પૂર્ણ થશે.આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થાય છે અને ભક્ત પર આશીર્વાદ પણ રહે છે.
આ પણ વાંચો: ક્યારે છે રાધા અષ્ટમી? આ ઉપાયથી મેળવો કિશોરીજીની કૃપા, લગ્નમાં આવતી અડચણો થશે દૂર
જ્યોતિષીઓના મતે આ દિવસે ભક્તોએ ગણેશજીને પ્રસન્ન કરવા માટે ઘરમાં વિશેષ સ્થાનો પર દીવા પ્રગટાવવા જોઈએ. તો ચાલો જાણીએ કે, ગણેશ ચતુર્થીના દિવસે સાંજે ઘરની કઈ કઈ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ.
ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગણેશ ચતુર્થીના દિવસે સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. આ ઉપરાંત, આજે સાંજે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. એવું કહેવાય છે કે ઉત્તર-પૂર્વ દિશામાં દેવી-દેવતાઓ વાસ હોય છે.
ઉત્તર દિશામાં દેવી લક્ષ્મીનો વાસ રહેલો છે
ગણેશ ચતુર્થીની સાંજે ઘરની દક્ષિણ દિશામાં પણ દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે આ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશા દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે.