Dussehra 2025: આ વર્ષે દશેરા 2 ઑક્ટોબર, ગુરુવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષના દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે દશેરા ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે ગુરુ અને બુધનો યુતિ કેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. હકીકતમાં, 2 ઑક્ટોબરના રોજ સવારે 2:27 વાગ્યે બુધ અને ગુરુ એકબીજાથી 90 ડિગ્રી પર સ્થિત થશે, જેનાથી કેન્દ્ર દૃષ્ટિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: નવરાત્રિ પછી ઘટસ્થાપનના કળશ અને અખંડ જ્યોતનું શું કરવું? ધન લાભ માટે કરો આ કામ
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર દૃષ્ટિ યોગ એક કોણીય સંયોગ છે, જ્યારે બે ગ્રહો 90 ડિગ્રીના અંતરે સ્થિત હોય છે, ખાસ કરીને આ ગ્રહો જ્યારે શક્તિશાળી અને વિરુદ્ધ સ્વભાવના હોય છે. આવો યોગ બનવાથી જાતકોને વિશેષ લાભ મળે છે. તો, ચાલો જાણીએ કે, બુધ અને ગુરુના આ સંયોગથી કઈ કઈ રાશિને ફાયદો થશે.
1. મેષ રાશિ
બુધ અને ગુરુની આ યુતિ જાતકોના કરિયર માટે નવા રસ્તાઓ ખોલશે. વ્યવસાય કરતાં લોકોને સમજદારીપૂર્વકના નિર્ણયોથી લેવાથી ફાયદો થશે. આ સમય વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને સારો છે, કારણ કે એકાગ્રતા અને સમજણ બંને વધશે. જૂના અટકેલા કામ પૂરા થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે.
2. કર્ક રાશિ
આ યુતિની અસર કર્ક રાશિના જાતકોને નાણાકીય અને સંબંધોમાં જોવા મળશે. રોકાણો માટે આ સારો સમય માનવામાં આવી રહ્યો છે. પરંતુ વિશેષ કરીને તમારે સમજી વિચારીને પગલાં લેશો, તો તમને સંપૂર્ણ લાભ મળશે. પારિવારિક બાબતોમાં ચાલતા વિવાદમાં સમાધાન જોવા મળે. નાણાકીય મુશ્કેલીઓ હળવી થશે. જૂના દેવા ચૂકવવાથી રાહત મળશે. પારિવારિક જીવન પણ સારું રહેશે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી બચવું જોઈએ.
3. ધન રાશિ
ધન રાશિ માટે ગુરુ અને બુધની યુતિ ઉત્તમ સાબિત થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. લોકો તમારા નેતૃત્વનો આદર કરશે. પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવનમાં સકારાત્મક ફેરફારો થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો જોવા મળશે. નવી નોકરી શોધી રહેલા લોકો માટે આ શુભ સમય છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.


