દિવાળીએ વર્ષો બાદ વૈભવ લક્ષ્મી રાજયોગ, આ રાશિના જાતકોનો શરુ થશે 'સુવર્ણ કાળ'

Diwali 2025: આ વખતે દિવાળી 20 ઑક્ટોબર, સોમવારના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ પંચાગ પ્રમાણે દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીને દીપાવલી અને પ્રકાશનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ રહેશે. વાસ્તવમાં દિવાળી પર શુક્ર-ચંદ્રની યુતિથી વૈભવ લક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે.
જ્યોતિષીઓના મતે 9 ઑક્ટોબરના રોજ શુક્રએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 19 ઓક્ટોબરના રોજ ચંદ્ર પણ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી વૈભવ લક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વૈભવ લક્ષ્મી રાજયોગના આ અદભૂત સંયોગનો પ્રભાવ દિવાળી પર સીધો જોવા મળશે. તો ચાલો જાણીએ કે, દિવાળી પર બનવા જઈ રહેલા વૈભવ લક્ષ્મી રાજયોગથી કઈ રાશિઓને ફાયદો થશે.
1. મેષ રાશિ
દિવાળી મેષ રાશિના જાતકો માટે પ્રગતિની તકો લઈને આવી રહી છે. વૈભવ લક્ષ્મી યોગથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. જૂના દેવા ઉતરી જશે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. બિઝનેસમેનને મોટો ફાયદો થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. ઘરમાં શુભ કામના સંકેત મળી શકે છે.
2. સિંહ રાશિ
આ દિવાળી પર માતા લક્ષ્મીની કૃપા સિંહ રાશિના જાતકો પર વિશેષ રૂપે બની રહેશે. ધનનો પ્રવાહ વધશે. કોઈ મોટું રોકાણ લાભ આપશે. સંબંધોમાં મિઠાશ આવશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. નવું વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. આત્મવિશ્વાસ સાથે તમામ કાર્યો પૂરા થશે.
3. વૃશ્ચિક રાશિ
દિવાળીનો તહેવાર વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ છે. તમને કરિયરમાં કોઈ નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. તમારી મહેનતનું ફળ મળશે. આર્થિક રીતે તમારી સ્થિતિ મજબૂત બનશે. ધન લાભની સાથે માન-સન્માનમાં પણ વધારો થશે. વૈભવ લક્ષ્મી રાજયોગ તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરશે. તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ બની રહેશે.
આ પણ વાંચો: ધનતેરસે ભૂલથી પણ ઉધારમાં આ વસ્તુઓ ન આપતાં, લક્ષ્મી માતા નારાજ થઈ જશે!
શું હોય છે વૈભવ લક્ષ્મી રાજયોગ?
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વૈભવ લક્ષ્મી રાજયોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના પ્રભાવથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિ અને માન-સન્માન આપે છે. આ સાથે જ જાતકોને આ યોગથી જીવનમાં નવી શરૂઆત, પ્રગતિ, પૈસા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.