Get The App

ધનતેરસે ભૂલથી પણ ઉધારમાં આ વસ્તુઓ ન આપતાં, લક્ષ્મી માતા નારાજ થઈ જશે!

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
ધનતેરસે ભૂલથી પણ ઉધારમાં આ વસ્તુઓ ન આપતાં, લક્ષ્મી માતા નારાજ થઈ જશે! 1 - image


Dhanteras 2025: ધનતેરસને સુખ-સમૃદ્ધિનો પર્વ માનવામાં આવે છે. આ વખતે આ તહેવાર 18 ઑક્ટોબર, શનિવારના રોજ ઉજવવામાં આવશે. પંચાગ પ્રમાણે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી, કુબેર દેવતા અને ભગવાન ધન્વંતરીની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ દિવસે સુખ-સમૃદ્ધિ માટે નાના-નાના ઉપાયો કરવા ખૂબ જ શુભકારી માનવામાં આવે છે. બીજી તરફ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે કેટલીક વસ્તુઓ ઉધાર આપવી પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ધનતેરસ પર કઈ વસ્તુઓ ઉધારમાં ન આપવી જોઈએ. 

1. મીઠું

ધનતેરસના દિવસે મીઠું ઉધાર આપવું અશુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે મીઠુંને રસોઈની એક સાધારણ વસ્તુ સમજીએ છીએ પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેનું ઊંડું મહત્ત્વ બતાવવામાં આવ્યુ છે. મીઠુંને રાહુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે અને તે ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરનારું તત્ત્વ પણ છે. 

એવી માન્યતા છે કે, જો ધનતેરસ અથવા દિવાળીના દિવસે કોઈ વ્યક્તિ ઉધારમાં મીઠું આપે છે તો તે અજાણતામાં પોતાના ઘરની સકારાત્મક ઊર્જા અને આર્થિક સ્થિરતા અન્ય કોઈને સોંપી દે છે. આમ કરવાથી ઘરની બરકત ઓછી થઈ શકે છે. તેની આ શુભ દિવસોમાં મીઠું ન આપવું યોગ્ય માનવામાં આવ્યું છે. 

2. સફેદ વસ્તુ

ધનતેરસના દિવસે સફેદ વસ્તુ જેમ કે, દૂધ, દહીં અને ખાંડ પણ ઉધારમાં ન આપવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દૂધ અને દહીંનો સબંધ ચંદ્રમા-શુક્ર સાથે હોય છે, જોને સુખ-સમૃદ્ધિના કારક માનવામાં આવે છે. બીજી તરફ ખાંડને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ દિવસે સફેદ વસ્તુઓને ઉધારમાં આપવી એ ખૂબ જ અશુભ છે. 

આ પણ વાંચો: નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો!

3. તેલ

ધનતેરસના દિવસે તેલ ઉધાર આપવું એ પણ ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે, તેલનો સીધો સબંધ શનિ સાથે હોય છે, તેથી તેને ઉધારમાં આપવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ પ્રવેશે છે. આ ઉપરાંત આ દિવસે તીક્ષ્ણ, ધારદાર વસ્તુઓ પણ ઉધારમાં ન આપવી જોઈએ. 

4. પૈસા

ધનતેરસના દિવસે ભૂલથી પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે ધનતેરસ પર કોઈને પૈસા આપો છો તો તમે પોતાના ઘરની લક્ષ્મીને ઘરની બહાર મોકલી રહ્યા છો. આમ કરવાથી આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં પૈસા નથી ટકતા, અને પૈસા તમારા હાથમાં આવતાની સાથે જ ખર્ચાઈ જાય છે.

Tags :