ચંદ્રગ્રહણ પછી કરો 2 વસ્તુઓનું દાન, બૅન્ક બેલેન્સમાં થવા લાગશે વધારો!
Chandra Grahan: 7 સપ્ટેમ્બરે વર્ષ 2025નું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ કુંભ રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં લાગશે. ખાસ વાત એ છે કે, આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે, જેને બ્લડ મૂનના નામે પણ ઓળખવામાં આવે છે. આ સાથે જ આ દિવસે પિતૃપક્ષની શરુઆત પણ થશે.
ક્યારે લાગશે ચંદ્ર ગ્રહણ?
દ્રિક પંચાંગ અનુસાર, આ ગ્રહણ 7 સપ્ટેમ્બરની રાત્રે 9:57 વાગ્યે થશે અને રાત્રે 1:26 વાગ્યા સુધી રહેશે. તેનો મુખ્ય તબક્કો રાત્રે 12:42 વાગ્યે શરુ થશે.
આ પણ વાંચોઃ દિવાળી અગાઉ ગુરુનો શુભ સંયોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
દાનનો મહિમા
હિન્દુ માન્યતાઓ અનુસાર, ચંદ્ર ગ્રહણ સમાપ્ત થયા બાદ દાન કરવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આવું કરવાથી ન ફક્ત પાપોનો નાશ થાય છે, પરંતુ ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.
માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો ઉપાય
ધાર્મિક માન્યતાઓ છે કે, ચંદ્ર ગ્રહણ બાદ સફેદ વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એવામાં તમે દૂધ, ચોખા, ખાંડ અને સફેદ મીઠાઈનું પણ દાન કરી શકો છો. આ વસ્તુનું દાન કરવાથી જીવનમાં ક્યારેય નાણાંની કમી નહીં થાય અને પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. આ સાથે જ સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
આ પણ વાંચોઃ ભાદરવા માસના પિતૃપૂજનનો મહિમા: જાણો પિતૃઓને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો
ચંદ્ર દોષથી મુક્તિ
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષ છે, તો ચંદ્ર ગ્રહણ બાદ ચાંદીની વસ્તુ દાન કરવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આવું કરવાથી ચંદ્ર મજબૂત થાય છે અને વ્યક્તિને ચંદ્રદોષથી મુક્તિ મળે છે.