દિવાળી અગાઉ ગુરુનો શુભ સંયોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
Guru Gochar 2025: પંચાંગ પ્રમાણે આ વખતે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબર, સોમવારના રોજ ઉજવવામાં આવશે. અને સંયોગથી દિવાળીના 2 દિવસ પહેલા દેવગુરુ ગુરુ પોતાની રાશિ કર્કમાં પરિવર્તન કરશે. જ્યોતિષીઓના મતે ગુરુ 12 વર્ષ પછી કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને આ સાથે જ ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરીને હંસ મહાપુરુષ રાજયોગ બનાવશે. જ્યોતિષશાસ્ત્રમાં હંસ મહાપુરુષ રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જ્યારે ગુરુ પોતાની રાશિ કર્ક અને ધન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં હંસ મહાપુરુષ રાજયોગ બનવાથી કેટલીક રાશિનવા જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે, તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
કન્યા રાશિ
ગુરુના હંસ મહાપુરુષ રાજયોગ બનવાથી કન્યા રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. અચાનક આર્થિક ફાયદો થશે. અટકેલા કાર્યો પૂરા થશે. બિઝનેસમાં પ્રગતિ થશે.
તુલા રાશિ
ગુરુના કર્ક રાશિમાં હંસ મહાપુરુષ રાજયોગ બનવાથી તુલા રાશિના જાતકોને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. કમાણીના નવા રસ્તા પણ ખુલશે.
આ પણ વાંચો: GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી
વૃશ્ચિક રાશિ
હંસ મહાપુરુષ રાજયોગ બનવાથી વૃશ્ચિક રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા લાવશે. ઘર-પરિવારમાં ખુશીઓનું આગમન થશે. તમારું ભાગ્ય ચમકશે. તમામ યોજનાઓ સફળ થશે. પ્રગતિના અવસર પ્રાપ્ત થશે.