Chandra Grahan: વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર, 2025ના દિવસે લાગશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહણ લાગવું એક ખગોળીય ઘટના માનવામાં આવે છે. આ ગ્રહણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે, આ ગ્રહણ શનિની રાશિ કુંભ અને પૂર્વાભાદ્રપદ્ર નક્ષત્રમાં લાગશે, જ્યાં ચંદ્રમા રાહુનો પણ સંયોગ બનશે.
ક્યારે લાગશે ગ્રહણ?
જ્યોતિષના જણાવ્યા અનુસાર, ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરે રાત્રે 9:58 મિનિટે શરુ થશે અને તેનું સમાપન મોડી રાત્રે 1:26 મિનિટે થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોઈ શકાશે. વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, ફિઝી અને એન્ટાર્કટિકા જેવા વિશ્વના અમુક ભાગમાં જોઈ શકાશે.
આ પણ વાંચોઃ ગણેશજીનું વાહન ઉંદર કેમ બન્યું? જાણો તેની પાછળની પૌરાણિક કથા
ચંદ્ર ગ્રહણના દિવસે આ બાર ગ્રહોની અમુક વિશેષ સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે અમુક રાશિના જાતકો માટે ખાસ રહેશે.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ ખૂબ જ શુભ અને ફળદાયક થશે. જીવનની તમામ મુશ્કેલી દૂર થશે અને અટકેલા કામ પાર પડશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ધનલાભની સંભાવના વધશે.
મિથુનઃ
મિથુન રાશિ માટે ચંદ્ર ગ્રહણ ખૂબ જ લાભદાયક છે. કોઈ સારા સામાચાર મળી શકે છે. વેપારમાં પ્રગતિ થશે.
આ પણ વાંચોઃ ક્યારે છે રાધા અષ્ટમી? આ ઉપાયથી મેળવો કિશોરીજીની કૃપા, લગ્નમાં આવતી અડચણો થશે દૂર
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ ખૂબ જ શુભ રહેશે. આ દરમિયાન સારી નોકરીની તક મળી શકે છે. પરિવારમાં શાંતિ અને સુખ રહેશે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
ધનઃ
ચંદ્ર ગ્રહણ ધન રાશિ માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે, વેપારમાં સફળતા મળશે અને નવા કામ માટે સમય અનુકૂળ રહેશે.


