Get The App

ક્યારે છે રાધા અષ્ટમી? આ ઉપાયથી મેળવો કિશોરીજીની કૃપા, લગ્નમાં આવતી અડચણો થશે દૂર

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
ક્યારે છે રાધા અષ્ટમી? આ ઉપાયથી મેળવો કિશોરીજીની કૃપા, લગ્નમાં આવતી અડચણો થશે દૂર 1 - image


Radha Ashtami 2025: દર વર્ષે રાધા અષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. આ દિવસે બરસાના સહિત દેશભરમાં વિશેષ રોનક જોવા મળે છે. રાધા અષ્ટમીના શુભ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણની સાથે રાધા રાણીની પણ વિશેષ પૂજા-અર્ચના કરવાનો મહિમા રહેલો છે. 

આ પણ વાંચો : ઋષિ પાંચમ 2025: માસિક ધર્મમાં થયેલા પાપોથી મુક્તિ મળતી હોવાની માન્યતા, જાણો વ્રત અને પૂજાની વિધિ

ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે પૂજા કરવાથી ભક્તનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને શ્રીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે પણ રાધા અષ્ટમી પ્રસંગે રાધા રાણીને પ્રસન્ન કરવા માંગતા હો, તો લેખમાં દર્શાવવામાં આવેલા ઉપાય જરુર કરો. એવું માનવામાં આવે છે કે, આ દિવસે આ ઉપાયો કરવાથી ભક્તને રાધા રાણીના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

આ દિવસે ઉજવવામાં આવે છે રાધા અષ્ટમી

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ:  30 ઑગસ્ટના રોજ રાત્રે 10:46 વાગ્યે

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિનું સમાપન: 31 ઑગસ્ટના રોજ બપોરે 12:57 વાગ્યે

આ વખતે રાધા અષ્ટમીનો તહેવાર 31 ઑગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

રાધા રાણીની કૃપા રહેશે

રાધા અષ્ટમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી રાધા રાણીની પૂજા-અર્ચના કરો. ત્યારબાદ કથાનો પાઠ કરો અને મંત્રોનો જાપ કરો. મંદિર અથવા ગરીબોને અન્ન, પૈસા અને કપડાંનું દાન કરો. એવું કહેવાય છે કે, આ ઉપાય કરવાથી અન્ન અને પૈસાનો ભંડાર ભરેલો રહે છે અને રાધા રાણીની કૃપા રહે છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

લગ્નમાં આવતી અડચણો દૂર થશે

જો તમારા લગ્નમાં કોઈ અડચણો આવી રહી હોય, તો રાધા અષ્ટમીના દિવસે પૂજા દરમિયાન સાચા મનથી 'ઓમ હ્રીમ શ્રી રાધિકાયે નમઃ મંત્ર'નો જાપ કરો. ધાર્મિક માન્યતા પ્રમાણે આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થશે અને ઇચ્છિત વર મળશે.

આ પણ વાંચો : ગણેશ ચતુર્થીએ બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જાતકોનું થશે મંગળ જ મંગળ

સંબંધો મજબૂત બનશે

વિવાહિત જીવનમાં ખુશીના આગમન માટે રાધા અષ્ટમીના દિવસે વિધિપૂર્વક રાધા-કૃષ્ણજીની ઉપાસના કરો. આ દરમિયાન ભગવાનને ફૂલો, ગુલાબ, મોર પીંછા અને વાંસળી અર્પણ કરો. ધાર્મિક માન્યતા પ્રમાણે આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવન હંમેશા ખુશ રહે છે અને પતિ-પત્નીનો સંબંધ મજબૂત બનશે.

Tags :