Astro

7મી સપ્ટેમ્બરે ખગ્રાસ ચંદ્રગ્રહણ: જાણો ગ્રહણનો સમય અને તમારી રાશિ પર તેની શું અસર થશે

By GS TEAM
3 Sep 20252 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આગામી રવિવાર, 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

7મી સપ્ટેમ્બરે ખગ્રાસ ચંદ્રગ્રહણ: જાણો ગ્રહણનો સમય અને તમારી રાશિ પર તેની શું અસર થશે

Chandra Grahan 2025: જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આગામી રવિવાર, 7મી સપ્ટેમ્બર, 2025ના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ગણપતિ વિસર્જન ક્યારે? જાણી લો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને તમામ સંબંધિત પરંપરાઓ

ખગોળીય ગણતરી મુજબ, આ ગ્રહણ રાત્રે 21.57 કલાકે શરૂ થશે અને તેનો મોક્ષ રાત્રે 25.26  (એટલે કે બીજા દિવસે સવારે 1.26  કલાકે) થશે. ગ્રહણનો વેધ બપોરના 12.57 કલાકથી શરૂ થશે. આ ગ્રહણ કુંભ રાશિ અને શતતારા નક્ષત્રમાં થવાનું હોવાથી તેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે.

જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ ગ્રહણની વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસર જોવા મળશે. ગ્રહણનું રાશિફળ નીચે મુજબ છે:

ગ્રહણ રાશિફળ

મેષ: વ્યવહાર અને વ્યવસાયમાં અનુકૂળતા રહેશે. કોઈ લાભની આશા ફળી શકે છે.

વૃષભ: સુખ અને શાંતિમાં વધારો થશે. પોતાના મનની ઈચ્છા પૂરી થાય તેવી કોઈ તક પણ મળી શકે છે.

મિથુન: સ્વમાન જાળવવામાં ક્યાંય જીદ્દી ન થવાય તેનું ધ્યાન રાખવું. જેટલા સરળ બનશો તેટલું સારું રહેશે.

કર્ક: કોઈ અચાનક સારા સમાચાર કે તક મળી શકે છે. મુસાફરી પણ થઈ શકે છે. ધીરજ રાખવી.

સિંહ: જાહેર જીવનમાં તમારા કોઈ કાર્યની નોંધ લેવાશે. કોઈની સાથે દલીલ ન કરવી.

કન્યા: પરિચિતો સાથે સુમેળ વધશે. કોઈ પસંદગીની વાત સાંભળવા મળી શકે છે.

આ પણ વાંચો: Chandra Grahan 2025: પૈસાની તંગીથી પરેશાન હોવ તો ચંદ્રગ્રહણના દિવસે ખાસ કરો આ ઉપાય

તુલા: મતભેદથી બચવું. વધુ પડતા માનસિક વિચારોથી દૂર રહેવું, જેથી શાંતિનો અનુભવ થાય.

વૃશ્ચિક: વાતચીત નિયંત્રણમાં રાખવાથી પરિસ્થિતિ હળવી રહેશે. મોજશોખ પર નિયંત્રણ રાખવું.

ધન: અટકેલા નાણાં કે કામ અંગે પ્રયત્ન કરવાથી લાભ સંભવિત છે. મુલાકાતો વધી શકે છે.

મકર: ધીરજ અને અનુભવથી કામ કરવાથી લાભ થશે. વ્યવહારુ અભિગમ સારો રહેશે.

કુંભ: સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી લાભ અપાવશે. ધીરજ અને પરિશ્રમ સારું ફળ આપશે.

મીન: વાતચીત અને વ્યવહારમાં જેટલું ધ્યાન આપશો તે મુજબ ફળ પ્રાપ્ત થશે. શાંતિ જાળવવી.