Astro

3 રાશિના જાતકોનો ખરાબ સમય શરૂ! શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાવશે કરાવશે મોટું નુકસાન

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 11 સપ્ટેમ્બર 2026 ના રોજ શુક્ર ગ્રહ રાહુના સ્વામિત્વવાળા 'સ્વાતિ નક્ષત્ર'માં પ્રવેશ કરશે. આ ગોચર મેષ, વૃશ્ચિક, મકર અને મીન રાશિના જાતકો માટે નકારાત્મક અસર કરી શકે છે. આ નક્ષત્ર પરિવર્તન માનસિક તણાવ, ગુપ્ત શત્રુઓ અને અનિચ્છનીય ખર્ચમાં વધારો કરશે. અશુભ પ્રભાવોથી બચવા માટે લક્ષ્મી પૂજા અને મંત્રજાપ જેવા ઉપાયો સૂચવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 રાશિના જાતકોનો ખરાબ સમય શરૂ! શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાવશે કરાવશે મોટું નુકસાન

Shukra Nakshatra Parivartan 2026 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 11 સપ્ટેમ્બર 2026 ના રોજ ભૌતિક સુખ, સમૃદ્ધિ અને પ્રેમના કારક ગ્રહ શુક્ર છાયા ગ્રહ રાહુના સ્વામિત્વવાળા 'સ્વાતિ નક્ષત્ર'માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શુક્ર અને રાહુનો આ નક્ષત્ર સંબંધ માનસિક તણાવ, ગુપ્ત શત્રુઓ અને અનિચ્છનીય ખર્ચનું મહત્ત્વનું કારણ બની શકે છે. આ ગોચરની કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળી શકે છે.

મેષ રાશિ (Aries)
શુક્રનું રાહુના નક્ષત્રમાં જવું સાતમા ભાવને પ્રભાવિત કરશે. જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે વૈચારિક મતભેદો અને ગેરસમજો વધી શકે છે. નાણાકીય લેણ-દેણમાં ઉતાવળ ન કરવી, મોટું નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ (Scorpio)
આ રાશિ માટે આ ગોચર બારમા (વ્યય) ભાવ સાથે જોડાયેલું રહેશે. અચાનક ફિઝુલખર્ચીમાં વધારો થવાથી બજેટ બગડી શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું અને આંખો કે પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી.

મકર રાશિ (Capricorn)
શુક્ર તમારા કર્મ (દશમ) ભાવના સ્વામી બનીને રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ કે મહિલા સહયોગીઓ સાથે દલીલબાજી ટાળવી. ઓફિસની રાજનીતિનો શિકાર થવાની સંભાવના છે, તેથી તમારી યોજનાઓને ગુપ્ત રાખવી.

મીન રાશિ (Pisces)
આ રાશિના આઠમા (આયુ અને સંકટ) ભાવ પર આ ગોચરનો પ્રભાવ દેખાશે. વાહન ચલાવતી વખતે વિશેષ સતર્કતા રાખવી. શેરબજાર કે સટ્ટાબાજીમાં નાણાં રોકવાથી બચવું, કારણ કે મોટો આર્થિક ઝટકો લાગી શકે છે.

અશુભ પ્રભાવોથી બચવાના સરળ ઉપાયો

દરરોજ અથવા શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ ફૂલ અર્પણ કરવા અને 'લક્ષ્મી ચાલીસા'નો પાઠ કરવો.

શુક્રવારના રોજ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને દૂધ, ચોખા અથવા ખાંડ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું.

દરરોજ 'ૐ શું શુક્રાય નમઃ' અને 'ૐ રાં રાહવે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો.