નવરાત્રિના પર્વે કઈ વસ્તુની ખરીદી કરવી શુભ ગણાય? ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Navratri 2025: નવરાત્રિનો પવિત્ર તહેવાર દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાય છે. આજે 22 સપ્ટેમ્બર, સોમવારે નવરાત્રિના પાવન પર્વની શરુઆત થઈ ગઈ છે. નવરાત્રિ દરમિયાન મા ના અલગ અલગ 9 સ્વરુપોની પૂજા -અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ આ આધ્યાત્મિક અને માનસિક ઉન્નતિનો સમય પણ માનવામાં આવે છે. આ દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. જેથી કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે. આવો જાણીએ કે, નવરાત્રિ દરમિયાન કઈ કઈ ચીજોની ખરીદી કરવી શુભ રહે છે.
આ પણ વાંચો: બીજા નોરતે મંગળનું રાહુના નક્ષત્રમાં ગોચર, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
સૌંદર્ય પ્રસાધનોની ખરીદી
નવરાત્રિ દરમિયાન સૌંદર્ય પ્રસાધનો ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સૌભાગ્ય પણ વધે છે. પ્રયાસ કરો કે, શણગારનો સામાન સાતમા, આઠમા કે નવમા નોરતાના દિવસે જ સૌંદર્ય પ્રસાધનો ખરીદવા જોઈએ. કારણ કે આનાથી પુણ્ય બમણું થાય છે.
દેવી દેવતાની મૂર્તિ અથવા તસવીર
દેવી દેવતાની મૂર્તિ અથવા તસવીર ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઇષ્ટદેવ અથવા દેવીની મૂર્તિ ઘરમાં લાવવાથી જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે. માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા મળે છે.
છોડ ઘરમાં લાવો
નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ, કેળા અથવા મનીપ્લાન્ટ જેવા છોડ ઘરમાં વાવવા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ નકારાત્મક ઊર્જાને તો દૂર કરે છે, પરંતુ સાથે સાથે વાસ્તુદોષોથી પણ મુક્તિ અપાવવામાં મદદ કરે છે.
કામધેનુ મૂર્તિ
નવરાત્રિ દરમિયાન કામધેનુની મૂર્તિ ઘરે લાવવાથી ધન અને આરોગ્ય બંનેને લાભ મળે છે. ઘરમાં કામધેનુની પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ અને નકારાત્મક ઊર્જાથી રાહત મળે છે.
ઘર અથવા જમીન ખરીદવી
નવરાત્રિ દરમિયાન નવું ઘર ખરીદવું અથવા જમીન ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન ખરીદવામાં આવેલું ઘર કે જમીન લાંબા સમય સુધી સુખ-સમૃદ્ધિ અને શાંતિ આપે છે.
આ પણ વાંચો: તમને ખબર છે કે ભારત સિવાય કયા કયા દેશોમાં રાવણ દહન થાય છે.... જોઈ લો યાદી
નવું વાહન ખરીદવું
જો તમે નવરાત્રિમાં નવું વાહન ખરીદો છો, તો આ પણ લાભકારી છે. ખાસ કરીને શનિવારના દિવસે ખરીદવામાં આવેલું વાહન લાંબા સમય સુધી ટકાઉ અને લાભકારી રહે છે.
અન્ય શુભ વસ્તુઓ
નવરાત્રિમાં તમે ચાંદીનો સિક્કો, શ્રીયંત્ર, ચંદન, કળશ જેવી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવી શકો છો. આ દરેક વસ્તુઓ ખરીદવાથી માતા દુર્ગાની કૃપા અને સકારાત્મક ઊર્જા વધે છે.