Astro

ઘરમાં સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો દીવો પ્રગટાવતી વખતે બોલો આ શક્તિશાળી મંત્ર, ક્યારેય નહીં ખૂટે ધન!

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
પૂજામાં દીવો પ્રગટાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સવારે 05:00 થી 07:00 અને સાંજે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે દીવો પ્રગટાવવો શુભ મનાય છે. માટી કે ધાતુનો સ્વચ્છ દીવો વાપરવો. તેલનો દીવો ભગવાનની ડાબી બાજુ, જ્યારે ઘીનો જમણી બાજુ રાખવો. દીવાની જ્યોત પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી આયુષ્ય અને ધન વધે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો દીવો પ્રગટાવતી વખતે બોલો આ શક્તિશાળી મંત્ર, ક્યારેય નહીં ખૂટે ધન!

Puja Tips: જ્યારે પૂજાની વાત આવે છે ત્યારે તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બને છે. આ નિયમોનું પાલન કરવાથી જ પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે. દેવી-દેવતાઓની પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું મોટું મહત્વ છે. પૂજામાં ઘીથી લઈને તેલનો દીવો પ્રગટાવવાનો નિયમ છે.
કોઈપણ ઘરમાં જ્યારે વિધિ-વિધાન પૂર્વક દીવો પ્રગટાવવામાં આવે છે તો ઘરમાં ધન-સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા વધે છે. જો કે, પૂજા સમયે દીવો પ્રગટાવવા અંગેના કેટલાક નિયમો છે, જેમ કે– દીવો પ્રગટાવતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેની વિધિ તેમજ મંત્ર શું છે. તો ચાલો આ અંગે વિગતવાર જાણીએ.
દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે?
પૂજા સમયે બે વાર દીવો પ્રગટાવવાનો નિયમ છે. એક દીવો સૂર્યોદય સમયે અને બીજો પ્રદોષ કાળમાં એટલે કે સૂર્યાસ્ત પછી સંધ્યાકાળે પ્રગટાવવો જોઈએ. સવારે 05:00 થી 07:00 વાગ્યાની વચ્ચે દીવો પ્રગટાવી લેવો. જ્યારે સાંજના સમયે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે દીવો પ્રગટાવવો યોગ્ય ગણાય છે. ગરમી અને ઠંડીની ઋતુ અનુસાર આ સમયમાં ફેરફાર થઈ શકે છે. સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે.
મંદિરમાં દિવો પ્રગટાવવાનો યોગ્ય નિયમ શું છે?

  • દીવા ઘણા પ્રકારના હોય છે, જેમ કે માટી કે ધાતુના જેમ કે, પીતળ અને તાંબાના દીવા.
  • જો તમારે દીવો પ્રગટાવવો હોય તો તમે પણ તમારા માટે માટીનો અથવા ધાતુનો દીવો પસંદ કરો.
  • દીવાને બરાબર સાફ કરી લો. જો માટીનો દીવો હોય તો તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ સુકવી દેવો.
  • હવે પૂજાના સમયે અથવા સવાર-સાંજની જ્યોત માટે દીવામાં સરસવનું કે તલનું તેલ અથવા ગાયનું ઘી નાખો.
  • હવે તેલમાં વાટ બરાબર પલાળી લો અને ત્યારબાદ તે વાટને દીવામાં યોગ્ય રીતે ગોઠવી દો.
  • દીવો પ્રગટાવતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દીવો ક્યાંયથી તૂટેલો-ફૂટેલો કે ગંદો ન હોવો જોઈએ. આવો (ખંડિત) દીવો પ્રગટાવવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
  • દીવાને એક થાળીમાં રાખો. એક દીવાની જ્યોતનો ઉપયોગ બીજા દીવાને પ્રકાશિત કરવા માટે ન કરો. આમ કરવું દોષ લાગે છે.
  • દીવો અધવચ્ચે ઓલવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. આ માટે દીવામાં પૂરતું તેલ કે ઘી ચોક્કસ ઉમેરવું અથવા સમયસર પૂરતા રહેવું.
    દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરો
    દીવો પ્રગટાવતી વખતે કેટલાક શક્તિશાળી મંત્રોનો જાપ કરવાથી દીવાની શક્તિ વધી જાય છે. આ માટે આ મંત્રનો જાપ કરી શકાય છે: "શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસંપદા, શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોઽસ્તુતે."
    દીવો પ્રગટાવવા માટે સાચી દિશા કઈ છે?
    જો તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને ભગવાનની ડાબી બાજુ રાખવો અને જો ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તેને જમણી બાજુ રાખવો. દીવો હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવો. આ સાથે જ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે દીવાની જ્યોત આ દિશાઓ તરફ જ રહે. પૂર્વ દિશામાં રાખેલો દીવો આયુષ્ય વધારે છે, જ્યારે ઉત્તર દિશામાં રાખેલો દીવો ધન-સંપત્તિમાં વૃદ્ધિ કરાવે છે. દક્ષિણ દિશામાં દીવો પિતૃઓ અને મૃત્યુના દેવતા યમરાજ માટે માનવામાં આવે છે, તેથી આ દિશામાં દીવો માત્ર વિશેષ પ્રસંગોએ જ રાખવામાં આવે છે.