72 વર્ષ બાદ 4 ગ્રહોની એકસાથે વક્રી, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઊઠશે
Astrology: 11 જુલાઈએ શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે. ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં ગ્રહોની વિચિત્ર સ્થિતિનું નિર્માણ થવાનું છે. હકીકતમાં શ્રાવણમાં 4 ગ્રહો એકસાથે વક્રી થશે. એટલે કે, 4 ગ્રહ એકસાથે ઊંધી ચાલ ચાલશે. ગ્રહોનો આ સંયોગ આશરે 72 વર્ષ બાદ થશે.
13 જુલાઈએ ન્યાયના દેવતા શનિની વક્રી થશે. ત્યારબાદ 18 જુલાઈએ બુધની વક્રી ચાલ શરૂ થશે. જોકે, રાહુ-કેતુ પહેલાંથી જ વક્રી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શ્રાવણમાં ચાર ગ્રહોની ઉંધી ચાલ ત્રણ રાશિના જાતકોને શુભ પરિણામ આપશે.
આ પણ વાંચોઃ શનિની વક્રી ચાલથી નવેમ્બર સુધી આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ!
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોનું બેન્ક બેલેન્સ મજબૂત બનશે. નોકરિયાત વર્ગને ઉન્નત તક મળશે. ખર્ચા ઓછા થશે અને નાણાંકીય બચત થશે. દાંપત્ય જીવન ખુશહાલ થશે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો વિવાદ દૂર થશે અને સમાજમાં માન-સન્માન પણ વધશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકોને લગ્ન-વિવાહ જેવા શુભ પ્રસંગ આવી શકે છે. ઘરમાં કોઈ સભ્યના લગ્ન નક્કી થઈ શકે છે અથવા કોઈ સારો સંબંધ મળી શકે છે.
આ પણ વાંચોઃ 5 કે 6 જુલાઈ, ક્યારે છે દેવપોઢી અગિયારસ? જાણો પારણાનો સમય અને વ્રતનું મહત્ત્વ
મીનઃ
મીન રાશિના જાતકોને રૂપિયા-પૈસાના મામલે ચાલી રહેલી તકલીફો દૂર થશે. ઉછીના આપેલા અથવા અટકેલા આપેલા પૈસા પરત મળશે.આ દરમિયાન ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. નવું વાહન, ઘર, કાર અથવા કોઈ કિંમતી વસ્તુ ખરીદીને ઘરે લાવી શકાશે.