પિતૃ પક્ષમાં જ ચંદ્રગ્રહણ, 4 રાશિના જાતકો માટે ટેન્શન
Chandra Grahan 2025: આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 21 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ દિવસે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પિતૃપક્ષ પર ચંદ્ર ગ્રહણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જે અમુક રાશિઓ માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
કેટલા વાગ્યે થશે ચંદ્ર ગ્રહણ?
ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરે રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને તેની સમાપ્તિ રાત્રે 1:26 મિનિટે થશે. જોકે, કુલ સમયગાળો 3 કલાક 28 મિનિટ રહેશે.
આ પણ વાંચોઃ કડક સજાના અભાવે ગુજરાતમાં ભેળસેળિયા બેફામ: 5 વર્ષમાં 4669 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ
ક્યાં-ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ?
વર્ષનો અંતિમ ચંદ્ર ગ્રહણ ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, ફિઝી અને એન્ટાર્કટિકા જેવા વિશ્વના અમુક ભાગોમાં જોવા મળશે. એવાાં ચાલો જાણીએ પિતૃ પક્ષમાં ચંદ્ર ગ્રહણના કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
સિંહઃ
પિતૃ પક્ષના ચંદ્ર ગ્રહણનો પ્રભાવ સિંહ રાશિના જાતકો માટે કષ્ટદાયક હોય શકે છે. આ સમયે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સિંહ રાશિના જાતકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
કર્કઃ
ચંદ્ર ગ્રહણનો પ્રભાવ કર્ક રાશિના જાતકો માટે કષ્ટદાયક હોય શકે છે. આ દરમિયાન ખર્ચ વધુ શકે છે. કર્ક રાશિના જાતકોએ ગ્રહણ દરમિયાન નવા કામની શરૂઆત કરવાથી બચવું નહીંતર નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન બચતમાં વધુ ધ્યાન રાખવું.
આ પણ વાંચોઃ ભુજની સંસ્કાર કોલેજ બહાર થયેલા હુમલામાં ઘાયલ વિદ્યાર્થિનીનું મોત, યુવક સારવાર હેઠળ
મકરઃ
મકર રાશિના જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ અશુભ સાબિત થશે. આ સમયે આપસી મતભેદ અને વિવાદ થઈ શકે છે. આ સાથે જ પરિવાર સાથે કોઈપણ વાતને લઈને કંકાસ થઈ શકે છે, જેના કારણે તણાવ વધશે.
કુંભઃ
પિતૃ પક્ષમાં ચંદ્ર ગ્રહણ કુંભ રાશિના જાતકો માટે અશુભ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તેમને કારણ વિનાની ચિંતા થઈ શકે છે, તેથી મનમાં ઉદ્ભવતી લાલચને નિયંત્રણ કરવું જરૂરી છે. કોઈ પોતાનું માણસ તમને દગો આપી શકે છે.