Get The App

ભુજની કોલેજ બહાર થયેલા હુમલામાં વિદ્યાર્થિનીનું મોત: હત્યા પાછળનું રહસ્ય ખૂલ્યું, આરોપી ઝડપાયો

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
ભુજની કોલેજ બહાર થયેલા હુમલામાં વિદ્યાર્થિનીનું મોત: હત્યા પાછળનું રહસ્ય ખૂલ્યું, આરોપી ઝડપાયો 1 - image


Bhuj News : અમદાવાદ, મહીસાગર, સાબરકાંઠા બાદ ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની અને 22 વર્ષીય યુવક પર ગુરુવારે (28 ઓગસ્ટ)  છરી વડે હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હુમલાની ઘટના કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બની હતી. ઈજાગ્રસ્ત યુવક-યુવતીને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર આજે વિદ્યાર્થિની સાક્ષી ખાનિયાનું મોત નીપજ્યું હતું. પોલીસે ગાંધીધામના આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપી પાડ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

બ્રેકઅપ મુદ્દે ચર્ચા બાદ યુવતીની છરી મારી હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર ભુજની ભાનુશાળી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. સાક્ષીએ એક મહિના અગાઉ જ ભુજની સંસ્કાર કોલેજમાં પ્રવેશ લીધો હતો. ગુરુવારે તે કોલેજથી હોસ્ટેલ તરફ જઈ રહી હતી ત્યારે તેનો મિત્ર મોહિત અને તેના મિત્ર જયેશ તેને મળવા દોડી આવ્યા હતા. મોહિત સાક્ષીના ઘર પાસે જ રહે છે અને બંને વચ્ચે મિત્રતા હતી.

કોઈ કારણોસર બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી, અને સાક્ષીએ મોહિત સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. ગુરુવારે બ્રેકઅપના મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. મોહિતે સાક્ષી પર ભણવાનું છોડીને ગાંધીધામ પરત ફરવા દબાણ કર્યું હતું.જ્યારે સાક્ષીએ આ વાત ન માની, ત્યારે મોહિત ઉશ્કેરાઈ ગયો અને તેણે છરી વડે સાક્ષી પર હુમલો કર્યો. આ ઘટનામાં સાક્ષીને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કોલેજના સંચાલકે શું કહ્યું?

ભુજની સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજના ગેટ બહાર ગુરુવારે (28 ઓગસ્ટ) વિદ્યાર્થિની અને એક યુવક પર છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કોલેજના સંચાલકે જણાવ્યું હતું કે, 'કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આજે સાંજે શિક્ષણકાર્ય પૂરું થતાં કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહી હતી. જ્યાં કોલેજના ગેટ પાસે વિદ્યાર્થિની પહોંચી ત્યારે અંજાર બાજુના રહેવાસી બે યુવકો ત્યાં આવ્યા હતા.'

ભુજની કોલેજ બહાર થયેલા હુમલામાં વિદ્યાર્થિનીનું મોત: હત્યા પાછળનું રહસ્ય ખૂલ્યું, આરોપી ઝડપાયો 2 - image

કોલેજના સંચાલકે વધુમાં જણાવ્યું કે, 'આ બંને યુવકો વિદ્યાર્થિનીને મળવા આવ્યા હતા અને ત્રણેય અંદરોઅંદર વાતચીત કરતાં હતા, તેવામાં એક યુવકે વિદ્યાર્થિની અને સાથે રહેલા અન્ય એક યુવક પર છરી વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.'

સમગ્ર ઘટના પગલે વિદ્યાર્થિનીના ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે જયેશ જયંતિજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી મળી આવેલા ઈજાગ્રસ્ત યુવકના બાઈક પાછળ પોલીસના કલરકોડવાળા રેડિયમ ઈન્ડિકેટરમાં ઠાકોર લખેલું હોવાનું જણાય છે.


Tags :