દેવાધિદેવ મહાદેવનું એવું ધામ જ્યાં મંદિરના પથ્થરમાંથી આવે છે ડમરુનો અવાજ
Jatoli Shiva Temple: દુનિયાભરમાં દેવાધિદેવ મહાદેવના અનેક અદ્ભુત ચમત્કારીક મંદિરો આવેલા છે. કેટલીક જગ્યાએ શિવજીના એવા મંદિરો છે જે અનેક રહસ્યોથી ભરેલા હોય છે. આવા મંદિરો વિશે સાંભળીને તમારા રુંવાડા ઉભા થઈ જશે. શિવજીના કેટલાક એવા મંદિરો છે, જેના ચમત્કારો સામે વિજ્ઞાન પણ નતમસ્તક બની જાય છે. આવુ જ એક મંદિર ભારતના હિમાચલ પ્રદેશના 'દેવભૂમિ' તરીકે ઓળખાતા બરફીલા પર્વતોમાં પ્રાંત તરીકે ઓળખાતા વિસ્તારમાં શિવ મંદિર આવેલું છે, જે રહસ્યોથી ભરેલું છે. આ મંદિરના પથ્થરમાંથી ડમરુનો અવાજ આવે છે.
આ પણ વાંચો: ધનિકોની હથેળીમાં હોય છે આ ભાગ્યરેખા! દિન દૂગની રાત ચોગુની પ્રગતિ કરે છે આવા લોકો
હિમાચલના સોલન જિલ્લામાં આવેલું આ શિવ મંદિરને બનાવવામાં 39 વર્ષ લાગ્યા છે. તમે આ શિવ મંદિરના રહસ્યો વિશે જાણશો તો, દંગ રહી જશો. હકીકતમાં આ શિવ મંદિરને એશિયાનું સૌથી ઊંચું શિવ મંદિર કહેવામાં આવે છે. તે જટોલી શિવ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરના પથ્થરોને જ્યારે તમે થપથપાવશો તો તેમાંથી ડમરુનો અવાજ નીકળશે.
39 વર્ષની મહેનત બાદ આ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું,
આ મંદિરના નિર્માણ વિશે એવું કહેવામાં આવે છે કે તેનો સંકલ્પ સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ દ્વારા લેવામાં આવ્યો હતો. વર્ષ 1950માં તેમણે સોલનની આ દુર્ગમ ટેકરી પર શિવ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. એ પછી લગભગ 39 વર્ષની મહેનત બાદ આ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું, પરંતુ આના માત્ર 6 વર્ષ પહેલા, 1983માં સ્વામીજીનું અવસાન થયું. પછી તેમના શિષ્યોએ સ્વામીજીના અધૂરા સપનાઓને આકાર આપ્યો અને આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું.
111 ફૂટ ઉંચાઈએ સૌથી ઊંચી ટોચ પર આવેલું છે આ મંદિર
સોલનમાં પર્વતની દુર્ગમ અને 111 ફૂટ ઉંચાઈએ સૌથી ઊંચી ટોચ પર આ મંદિર આવેલું છે, જે એશિયાનું સૌથી ઊંચું મંદિર હોવાનો ગર્વ ધરાવે છે. આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરની અંદર મહાદેવનું શિવલિંગ ભવ્ય અને વિશાળ છે અને તે સ્ફટિક મણિમાંથી બનાવવામાં આવેલું છે. સ્વામી કૃષ્ણાનંદની સમાધિ પણ તેની બાજુમાં આવેલી છે.
આ મંદિર જ્યાં બનેલું છે, તે સ્થળ વિશે એક પૌરાણિક માન્યતા છે કે, ભગવાન શિવ અહીં આવ્યા હતા અને તેઓ થોડા સમય અહીં રહ્યા હતા. આ મંદિરની નજીક એક પ્રાચીન શિવલિંગ પણ લાંબા સમયથી સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર એક સમયે ભગવાન શિવનું વિશ્રામ સ્થાન હતું. આ સાથે ભગવાન શિવની લાંબી જટાઓના કારણે આ મંદિરનું નામ જાટોલી મંદિર પડ્યું છે.
આ નિર્જન ટેકરીમાં જ્યાં પાણીનો કોઈ સ્ત્રોત નથી, ત્યા આવી સૂકી જગ્યાએ મંદિરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એક 'જલ કુંડ' છે, જે ગંગા નદી જેટલું પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ કુંડના પાણીમાં કેટલાક ઔષધીય ગુણો છે જે ચામડીના રોગોને મટાડી શકે છે. આ પાણીના તળાવ વિશે એવું કહેવાય છે કે જ્યારે સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ અહીં આવ્યા ત્યારે તેમણે જોયું કે, સોલનમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. જેથી તેમણે મહાદેવની કઠોર તપસ્યા કરી હતી અને પછી આ પાણીના તળાવની ઉત્પત્તિ અહીં થઈ હતી. ત્યારથી આ વિસ્તારમાં ક્યારેય પાણીની અછત સર્જાઈ નથી.