Get The App

માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા! 1 - image


Diwali 2025: આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને સમૃદ્ધિ અને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દિવાળીની રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધનની આવક વધે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માતા લક્ષ્મી પાંચ રાશિના જાતકો પર વિશેષ કૃપા કરે છે. તો ચાલો જાણીએ કે કઈ પાંચ રાશિઓ પર દેવી લક્ષ્મીનો વિશેષ કૃપા બની રહે છે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલી છે. આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે, અને આ રાશિના જાતકો ધીરજવાન, મહેનતુ અને સ્થિર હોય છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત વ્યક્તિઓ પર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ હોય છે. આ રાશિના મહેનત કરનારા જાતકો જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. 

કન્યા રાશિ

કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે અને તે પૃથ્વી તત્વ સાથે સબંધિત છે. આ રાશિના જાતકો મહેનતુ, વિશ્વાસપાત્ર અને ટીમવર્કમાં વિશ્વાસ રાખનારા હોય છે. માતા લક્ષ્મી જીવનમાં તેમને ક્યારેય ધન-સંપત્તિની કમી નથી થવા દેતી અને તેમની મહેનતને ફળદાયી બનાવે છે. 

તુલા રાશિ

રાશિચક્રની સાતમી રાશિ તુલા છે, જે વાયુ તત્વની રાશિ છે. આ રાશિનો સ્વામી પણ શુક્ર ગ્રહ છે. આ રાશિના જાતકો મહેનતુ હોવાની સાથે-સાથે મૈત્રીપૂર્ણ, ન્યાયી, સર્જનાત્મક અને કલાત્મક હોય છે. તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. 

આ પણ વાંચો: 'દેશના લોકો જ અમારી પ્રાથમિકતા...', ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ

કુંભ રાશિ

જ્યોતિશ શાસ્ત્ર પ્રમાણે કુંભ રાશિચક્રની 11મી રાશિ છે અને તે વાયુ તત્વ સાથે સબંધિત છે. આ રાશિના જાતકો આત્મનિર્ભર, મહેનતુ, સામાજિક રીતે સભાન અને વિચારશીલ હોય છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

મીન રાશિ

મીન રાશિ જળ તત્વની રાશિ છે. આ રાશિનો સ્વામી ગુરુ છે, જે ધનનો કારક ગ્રહ છે. વૈદિક જ્યોતિષ પ્રમાણે મીન રાશિના લોકો દયાળુ અને કલાત્મક હોય છે. તેમના ગુણો માતા લક્ષ્મીને વિશેષ રૂપે પ્રસન્ન કરે છે. તેથી માતા લક્ષ્મીની તેમના પર હંમેશા કૃપા બની રહે છે. 

Tags :