Get The App

દિવાળી પહેલા ઘરે લઈ આવો 4 પવિત્ર વસ્તુઓ — વાસ્તુ મુજબ સૌભાગ્ય અને સમૃદ્ધિનો રાજમાર્ગ

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળી પહેલા ઘરે લઈ આવો 4 પવિત્ર વસ્તુઓ — વાસ્તુ મુજબ સૌભાગ્ય અને સમૃદ્ધિનો રાજમાર્ગ 1 - image
AI Image 

Diwali 2025:  ભારતભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરને દીવા અને ફુલોથી શણગારવામાં આવે છે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દિવાળી પર સજાવટ કરવાથી ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને દેવી મહાલક્ષ્મીની કૃપા થાય છે. આ ઉપરાંત જો દિવાળી પહેલા કેટલીક પવિત્ર વસ્તુઓ ઘરમા લાવી લાવવાથી ધનલાભ, નકારાત્મક ઊર્જાનો નાશ અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર, સોમવારે મનાવવામાં આવશે. ચાલો જોઈએ કઈ 4 વસ્તુઓ દિવાળી પહેલાં ઘરમાં લાવવી શુભ ગણાય છે.

આ પણ વાંચો : દિવાળી પૂજામાં ભૂલથી પણ આવા કપડાં ન પહેરશો! જાણો કયા રંગ અને સ્ટાઈલથી બચવું

1) ધાતુનો કાચબો (Tortoise)

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરમાં ધાતુનો કાચબો લાવવો અત્યંત શુભ છે. એવું કહેવાય છે કે ધાતુનો કાચબો ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જા અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. કાચબો ઘરની ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન ખૂણામાં) રાખવો જોઈએ. આ દિશામાંથી આર્થિક સ્થિરતા, સમૃદ્ધિ અને નાણાકીય સુધારણા આવે છે. વધુમાં, ધાતુનો કાચબો દીર્ધાયુષ્ય અને શક્તિનું પણ પ્રતીક છે.

2. આખુ નાળિયેર

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે નાળિયેરને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. પરંપરાગત રીતે દિવાળી પહેલા ઘરમાં આખુ નાળિયેર લાવવું જોઈએ અને ઘરની દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં મૂકવું જોઈએ.

3. તુલસીનો છોડ

જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી, તો તેને લાવવા માટે દિવાળી કરતાં શ્રેષ્ઠ દિવસ બીજો કોઈ નથી. તુલસી ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મકતા દૂર કરે છે. આ સાથે સારા સ્વાસ્થ્ય અને ખુશી લાવવા માટે જાણીતી છે. દિવાળી પહેલા તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ લગાવવાનું ભૂલશો નહીં. તુલસીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વચ્ચેની કડી પણ માનવામાં આવે છે. દિવાળી પહેલા ઘરમાં તુલસી રાખવાથી આધ્યાત્મિક અને આર્થિક બંને રીતે સમૃદ્ધિ મળે છે.

4. સાવરણી

દિવાળી પહેલા સાવરણી લાવવી પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ગરીબી દૂર થાય છે.

આ પણ વાંચો : અસુર-દૈત્યોના ઘરે પણ લક્ષ્મી માતા ગયા હતા પણ... ક્યાંક તમે પણ આવી ભૂલ તો નથી કરતા ને!

દિવાળી 2025 શુભ સંયોગ

જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ દિવાળી ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. હકીકતમાં, 100 વર્ષ પછી આ દિવાળી પર ત્રિગ્રહી યોગ અને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે દિવાળીના દિવસે પ્રદોષ કાળ અને વૃષભ કાળ પણ પૂજા કાળ પણ પ્રાપ્ત થશે.