For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શોરૂમમાંથી ટ્રેક્ટરની ચોરી કરતાં ચોર પર તોતિંગ ટાયર ફરી વળ્યું છતાંય ચોરી કરીને ભાગ્યો

ઇસરોલ ગામ પાસેથી બિનવારસી હાલતમાં ટ્રેક્ટર સહીસલામત મળી આવ્યું

Updated: Sep 9th, 2023

શોરૂમમાંથી ટ્રેક્ટરની ચોરી કરતાં ચોર પર તોતિંગ ટાયર ફરી વળ્યું છતાંય ચોરી કરીને ભાગ્યો

મોડાસાઃ ગુજરાતમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે. લૂંટ અને ધાડની ઘટનાઓ બેફામ પણે વધી રહી છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેમાં ટ્રેક્ટરનું તોતિંગ ટાયર ચોર પર ફરી વળ્યું તે છતાંય તે ટ્રેક્ટરની ચોરી કરીને ભાગ્યો હતો. તહેવારોની રજાઓ હોવાથી તેનો લાભ લઈને ચોર શોરૂમમાં ચોરી કરવા પહોંચી ગયો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસાના હજિરા વિસ્તારમાં એક ટ્રેક્ટરના શોરૂમમાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ચોર ટ્રેક્ટરની ચોરી કરવા માટે ટ્રેક્ટર ચાલુ કરવા ગયો અને અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતાં ચોરનો પગ ટાયર નીચે આવી ગયો હતો. ત્યાર બાદ તેના શરીર પર ટ્રેક્ટરનું તોતિંગ ટાયર ફરી વળ્યું હતું. તે છતાંય આ ચોર ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બિનવારસી હાલતમાં ટ્રેક્ટર સહીસલામત મળી આવ્યું

ટ્રેક્ટરના શોરૂમના માલિક પ્રહલાદ પટેલે ચોરીની ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, તેમના શોરૂમમાં પાર્ક કરેલું ટ્રેક્ટર ગુમ થયુ હતું. આ બાબતની જાણ તેમને પાંચ દિવસ બાદ થઈ હતી. ત્યાર બાદ ફરિયાદના આધારે તપાસ કરતાં સીસીટીવીમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ ટ્રેક્ટર લઈ જતો દેખાયો હતો. આ વ્યક્તિ ટ્રેક્ટર લઈ હજીરાથી શામળાજી તરફ ગયો હતો અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ઇસરોલ ગામ પાસેથી બિનવારસી હાલતમાં ટ્રેક્ટર સહીસલામત મળી આવ્યું હતું.


Gujarat