For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જોળમાં પરવાનગી વિના રાત્રે ડીજે વગાડતા 2 શખ્સો સામે ગુનો નોંધાયો

Updated: Apr 29th, 2024

જોળમાં પરવાનગી વિના રાત્રે ડીજે વગાડતા 2 શખ્સો સામે ગુનો નોંધાયો

- લગ્ન પ્રસંગે મોટા અવાજે ડીજે વગાડતા હોવાથી કાર્યવાહી કરાઈ

આણંદ : જોળ ગામે લગ્ન પ્રસંગમાં રાત્રે પરવાનગી વગર મોટા અવાજે ડી.જે. વગાડી જાહેરનામાનો ભંગ કરનાર લગ્નના આયોજક અને ડીજેના સંચાલક વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

જોળ ગામે રાત્રીના સુમારે મોટા અવાજે ડી.જે. વાગતું હોવાની જાણ સ્થાનિકે કંટ્રોલ રૂમમાં કરી હતી. જેથી પોલીસની ટીમ જોળ ગામે દૂધની ડેરી પાસેના ફળીયામાં પહોંચતા ઐયુબભાઈ ફકરુમીયા મલેકના દીકરા સાહીલના લગ્ન હોવાથી ડી.જે. પર કવાલીનું આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ડી.જે.ના સંચાલક વિદ્યાનગરના હરીઓમનગર વિસ્તારમાં રહેતા જતીનભાઈ છગનભાઈ મોચી હોવાનું જાણવા મળ્યું હતું. 

તેમની પાસે ડી.જે. વગાડવા સંદર્ભે પરવાનગી ન હોવાથી પોલીસે ડીજેના સંચાલક અને લગ્નના આયોજક વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી મ્યુઝીકના સાધનો, એમ્પ્લીફાયર સહિત કુલ રૂ.૩.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Gujarat