આણંદમાં વર્ષ 2002 ની વિધાનસભાની ચૂંટણીમાં 68.07 ટકા મતદાન થયું હતું


- પેટલાદમાં સૌથી વધુ 72.50 ટકા , સૌથી ઓછું આણંદમાં 65.03 ટકા મતદાન થયું હતું

- સૌથી ઓછા 1,300 અને સૌથી વધુ 28 હજાર મતોની સરસાઇથી હાર-જીત નક્કી થઇ હતી, 8 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી

આણંદ : વિધાનસભાની ચૂંટણીને લઈ આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વર્ષ-૨૦૦૨માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આણંદ જિલ્લાની આઠ બેઠકો પૈકી ૬માં ભાજપ જ્યારે બે બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારે વિજય મેળવ્યો હતો.

 આણંદ જિલ્લામાં સમાવેશ થયેલ ૮ મતદાર વિભાગો પૈકી સૌથી વધુ ૭૨.૫૦ ટકા મતદાન પેટલાદ મતદાર વિભાગમાં જ્યારે સૌથી ઓછું ૬૫.૦૩ ટકા મતદાન આણંદ મતદાર વિભાગમાં નોંધાયું હતું.

આણંદ જિલ્લામાં વર્ષ-૨૦૦૨માં  વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે તા.૧૨-૧૨-૨૦૦૨ના રોજ મતદાન યોજાયું હતું અને તા.૧૫-૧૨-૨૦૦૨ના રોજ મત ગણતરી કરવામાં આવી હતી. મતદાનના દિવસે કુલ ૮,૬૮,૦૦૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ  કરતા આઠેય બેઠકનું કુલ મળી સરેરાશ ૬૮.૦૭ ટકા મતદાન નોંધાયું હતું. આઠ વિધાનસભા મતદાર વિભાગ માટેના ચૂંટણી જંગમાં ૪૪ પુરુષ અને ૩ મહિલા ઉમેદવારો મળી કુલ-૪૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 

જો કે ૧૩ પુરૂષ અને ૨ મહિલા ઉમેદવરો મળી ૧૫ ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા અને ૬ પુરૂષ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચતા ૨૫ પુરૂષ અને ૧ મહિલા ઉમેદવાર મળી કુલ-૨૬ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં હતા. વર્ષ-૨૦૦૨ની ચૂંટણીમાં આણંદ જિલ્લાની આઠ બેઠકો પૈકી  ૬ બેઠકો ભાજપે જ્યારે ૨ બેઠક કોંગ્રેસે હસ્તગત કરી હતી.

City News

Sports

RECENT NEWS