Get The App

આંકલાવના સ્ટેશન વિસ્તારમાં વીજ કરંટ લાગતા વૃદ્ધ દંપતિનું મોત

Updated: Jul 11th, 2024

GS TEAM

Google News
Google News
આંકલાવના સ્ટેશન વિસ્તારમાં વીજ કરંટ લાગતા વૃદ્ધ દંપતિનું મોત 1 - image


- મકાનનું વાયરિંગ પતરામાં અડી જતાં અકસ્માત 

- મકાન ઉપર પતરા સાફ કરવા જતાં પતિને કરંટ લાગ્યો પતિને બચાવવા જતાં પત્નીને પણ કરંટ લાગ્યો 

આણંદ : આંકલાવના સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાન પર પતરા સાફ કરવા માટે ચઢેલા વૃદ્ધને કરંટ લાગ્યો હતો. તેમને બચાવવા જતાં તેમના પત્નીને પણ કરંટ લાગતા વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે આંકલાવ પોલીસે તપાસ હાથ ધરી છે. 

આંકલાવના સ્ટેશન વિસ્તારમાં રહેતા વિનુભાઈ મોતીભાઈ પઢીયાર (ઉં.વ. ૬૫) બુધવારે સાંજે મકાન પર આવેલા પતરા સાફ કરવા માટે લોખંડની નિસરણી મૂકી ચઢી રહ્યા હતા. 

ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી જીબાબેન વિનુભાઈ પઢીયાર (ઉં.વ. ૬૩) પતિને બચાવવા નિસરણી ખસેડવા જતાં તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો.  

જેથી બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

બનાવની જાણ થતાં આંકલાવ પોલીસ અને વીજ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. મકાનમાં કરેલું વાયરિંગ પતરા પર અડી જતા કરંટ પતરામાં ઉતર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. 

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   

પાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, વહિવટદારો અને આવડત વગરના ઈજનેરોએ પ્રજાના પૈસા 

પાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, વહિવટદારો અને આવડત વગરના ઈજનેરોએ પ્રજાના પૈસા ગેરવલ્લે કર્યા

Tags :