Amreli

કોઠાપીપરિયામાં ગેસ લીકેજથી આગ ભભૂકતાં દાઝી જવાથી મહિલાનું મોત

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલીના ધારી તાલુકામાં 3 કરૂણ ઘટનાઓથી હાહાકાર મચી ગયો છે. ચલાલા નજીક વાડીમાં મોટર ચાલુ કરતા 35 વર્ષીય યુવાન મુકેશભાઈ દેવમુરારીને વીજ કરંટ લાગતા મૃત્યુ થયું. કોઠાપીપરીયા ગામે ગેસ લીકેજથી લાગેલી આગમાં 55 વર્ષીય રંભાબેન પડસારીયાનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજ્યું. અમૃતપુર જીરા ગામે કારે બાઈકચાલક ઉકાભાઈ પાટડિયાને ટક્કર મારતા તેમનું પણ મૃત્યુ થયું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઠાપીપરિયામાં ગેસ લીકેજથી આગ ભભૂકતાં દાઝી જવાથી મહિલાનું મોત

અમરેલી : ધારી તાલુકામાં અલગ-અલગ ત્રણ કરૂણ ઘટનાઓ સામે આવી છે. ચલાલા નજીક વાડીમાં મોટર ચાલુ કરવા જતાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી એક યુવાન મોત નીપજ્યું છે, જ્યારે કોઠાપીપરીયા ગામે ગેસ લીકેજના કારણે સર્જાયેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા મહિલાનું ં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્રીજી ઘટનામાં ધારી તાલુકાના અમૃતપુર જીરા ગામે એક કારે બાઈક ચાલકને ટકકર મારી દેતાં મોત નીપજ્યું હતુું.
પ્રાપ્ત માહિતી અનુસાર ચલાલાની પંચવટી સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા મુકેશભાઈ દલપતભાઇ દેવમુરારી (ઉં.વ.૩૫) ગોપાલગ્રામ રોડ પર દાનેવ ગુરૂકુળ પાછળ આવેલી પોતાની વાડીએ ગયા હતાત્યાં ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં અકસ્માતે વીજ કરંટ લાગતાં તેઓનું મોત નીપજ્યું હતું.
બીજો બનાવ ધારી તાલુકાના કોઠાપીપરીયા ગામે રહેતા રંભાબેન સુરેશભાઈ પડસારીયા ૫૫ પોતાના ઘરે ચા બનાવી રહ્યા હતા. તે દરમિયાન ગેસ લીકેજ હોવાના કારણે એકાએક ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં રંભાબેન ગંભીર રીતે દાઝી જતાં તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે ધારી પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં ધારીના કરમદડી ગામે રહેતા ઉકાભાઈ મંગાભાઈ પાટડિયા બાઈક પર અમૃતપુર જીરા ગામ વચ્ચે પસાર થઈ રહ્યા હતા એ વખતે સામે આવતી કારના ચાલકે બાઈકને ટકકર મારી દેતાં ઉકાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું.બનાવ બાદ કાર ચાલક કારને રોડ પર મુકીને નાસી ગયો હતો.