Amreli

અમરેલી: રાજુલાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન સમયે દરિયાઈ ખાડીમાં 3 યુવકો ડૂબ્યા, 2ને ઉગારી લેવાયા, 1 લાપતા

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલીના રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાઈ ખાડીમાં ગણપતિ વિસર્જન કરી પરત ફરતી વખતે 3 યુવકો ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. સ્થાનિકોની સતર્કતાથી 2 યુવકોને બચાવી લેવાયા, પરંતુ 19 વર્ષીય વીરસંગ ગુજરીયા હજુ લાપતા છે. તંત્ર દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: રાજુલાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન સમયે દરિયાઈ ખાડીમાં 3 યુવકો ડૂબ્યા, 2ને ઉગારી લેવાયા, 1 લાપતા

Amreli Rajula News: ગુજરાતભરમાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ગણેશ વિસર્જનની ઉજવણી વચ્ચે ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે દરિયાઈ ખાડીમાં ગણપતિ વિસર્જન કરી પરત ફરતી વખતે 3 યુવકો દરિયાઈ ઊંડા પાણીમાં ડૂબ્યા હોવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટનામાં સ્થાનિકોની ત્વરિત સતર્કતાને કારણે 2 યુવકોને સહીસલામત બચાવી લેવાયા છે, જ્યારે 19 વર્ષીય એક યુવક હજુ પણ લાપતા હોવાનું જણાય છે.

રાજુલાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન સમયે દરિયાઈ ખાડીમાં 3 યુવકો ડૂબ્યા

મળતી વિગતો મુજબ, ચાંચ બંદર ગામે ગ્રામજનો ગણેશ વિસર્જન માટે દરિયાઈ ખાડી કિનારે એકઠા થયા હતા. ગણેશ વિસર્જન કર્યા પછી પરત ફરતાં સમયે અચાનક 3 યુવકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

2ને ઉગારી લેવાયા

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોએ ત્વરિત સાહસ દાખવી પાણીમાં ઝંપલાવ્યું હતું અને ડૂબી રહેલા 3 યુવકોમાંથી 2 યુવકોને હેમખેમ બહાર કાઢ્યા હાત. જો કે, વીરસંગ ગુજરીયા નામનો યુવક હજુ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

લાપતા એક યુવકની શોધખોળ શરૂ

આ કરૂણ બનાવની જાણ થતાં જ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ કરાતાં મામલતદાર, સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

હાલમાં લાપતા વીરસંગ ગુજરીયાની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓ તેમજ તંત્રની રેસ્ક્યૂ ટીમ દ્વારા દરિયાઈ ખાડીમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ચાંચ બંદર ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોક છવાયો છે.