ગુજરાતના 3 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Report : ભારતના હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્ર દ્વારા 20 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 1 વાગ્યે જાહેર કરાયેલા નાઉકાસ્ટ મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ કલાક એટલે કે બપોરે 1થી 4 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે. આ આગાહી 20 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે જારી કરવામાં આવી છે અને આગામી ત્રણ કલાક માટે માન્ય છે.
રાજકોટ, બોટાદ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે રાજકોટ, બોટાદ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અહીં વરસાદનો દર આશરે 5થી 15 મિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. સાથે હળવી ગાજવીજ અને 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપના પવનના ઝાપટાં રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ 30થી 60 ટકા દર્શાવવામાં આવી છે.
સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. દાદરા-નગર હવેલી, દમણ અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.




