ખાંભા APMC ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ, ભાજપ, કોંગ્રેસ અને બળવાખોરો વચ્ચે ટક્કર, આજે મતદાન તો આવતીકાલે મત ગણતરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khambha APMC Election: અમરેલીમાં ખાંભા માર્કેટિંગ યાર્ડ(APMC)ની ચૂંટણીને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ખાંભા APMCની આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને બળવાખોરો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આજે બુધવારે સવારના 9:00 વાગ્યાથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં મતદારોમાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે
વેપારી પેનલની 4 બેઠકો અગાઉથી જ બિનહરીફ
ખાંભા APMC ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠકો અને ખેડૂત પેનલની 10 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. વેપારી પેનલની ચારેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અગાઉ જ બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે.
ખેડૂત વિભાગની 10 બેઠકો પર 31 ઉમેદવારો મેદાનમાં
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 31 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં કુલ 567 APMCના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારથી જ ખેડૂતો અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.
આ ચૂંટણી વિશે વાત કરતાં તાલુકા ભાજપ પ્રમુખે કહ્યું કે-
અમારે ખાંભા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં દસ ખેડૂત વિભાગની પેનલ અને ચાર વેપારી બેઠકો છે. ચારેય વેપારી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. આજે ખેડૂત વિભાગની પેનલ માટે મતદાન શરૂ છે અને ખેડૂતો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી દશે-દશ બેઠકો જીતશે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ યાર્ડમાં ભાજપનો જ ભગવો લહેરાશે. ખેડૂતો અને મતદારો અમારી સાથે છે.
આવતીકાલે થશે મતગણતરી
આજ રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આ ચૂંટણીના પરિણામો જાહેર કરવા માટે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે.




