Amreli

અમરેલીના જાફરાબાદમાં 16 જુગારીઓ ઝડપાયા, સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને SMCએ દરોડા પાડ્યા

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
અમરેલીના જાફરાબાદમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. વાપાલીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાંથી 16 શખસોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવાયા હતા. પોલીસે રોકડા, મોબાઈલ અને વાહનો મળી કુલ ₹3.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્થાનિક પોલીસની નિષ્ફળતા સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના જાફરાબાદમાં 16 જુગારીઓ ઝડપાયા, સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને SMCએ દરોડા પાડ્યા

Jafarabad, Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે અચાનક દરોડો પાડીને જુગાર રમતા 16 શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતાં અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતા જાફરાબાદ પોલીસ બેડામાં ભારે હડકંપ અને સન્નાટો વ્યાપી ગયો છે.

વાપાલીયા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતું હતું જુગારધામ

પ્રાપ્ત વિગતો મુજબ, જાફરાબાદના વાપાલીયા વિસ્તારમાં આવેલા એક રહેણાંક વિસ્તારની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો એકઠા થઈને મોટાપાયે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી SMCની ટીમને મળી હતી. આ પછી SMCની ટીમે ઘટનાસ્થળે છાપો મારતા જુગાર રમતા લોકોમાં ભારે ભાગદોડ મચી હતી.

16 જુગારીઓ ઝડપાયાં, ₹3.28 લાખનો મુદ્દામાલ જપ્ત

SMC પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી જુગાર રમતા 16 જુગારીઓને રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 3.28ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: સાવરકુંડલામાં રોડ-રસ્તાની કામગીરીમાં આયોજનના અભાવે ટ્રાફિકની સમસ્યા, વિકાસની આડમાં ધંધા-રોજગાર પર માઠી અસર

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો

SMCના આ દરોડાથી સ્થાનિક પોલીસની રહેમનજર કે ગંભીર બેદરકારી છતી થઈ છે. અગાઉ પણ જિલ્લામાં SMCના દરોડા બાદ કડક એક્શન લેવાઈ છે, ત્યારે હવે જાફરાબાદ પોલીસના જવાબદાર અધિકારીઓ સામે જિલ્લા પોલીસ વડા દ્વારા કેવા કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.