ગીરમાં સિંહની પજવણી કરનારાઓ સામે મોટી કાર્યવાહી: વન વિભાગે વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની કરી અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Lion Harassment Case: અમરેલી, ગીર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સિંહ પજવણીની ઘટનાના વીડિયો પ્રકાશમાં આવતા હોય છે. આ સાથે વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારોમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ દ્વારા ગેરકાયદે પ્રવેશ કરીને વીડિયો ઉતારતા હોય છે અને પછી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કરતાં હોય છે. આમ, સિંહની પજવણી કરનારા સામે ગીર (પૂર્વ) વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેમાં વન વિભાગની જસાધાર રેન્જની ટીમ દ્વારા સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયોના આધારે વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત કરી છે.
સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત
મળતી માહિતી મુજબ, ગીર (પૂર્વ) વન વિભાગની ટીમે સિંહોની પજવણીને લઈને છેલ્લા 15થી 20 દિવસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વિવિધ સોશિયલ મીડિયા માધ્યમ પર તપાસ હાથ ધરી હતી. આમ, સિંહ પજવણીના વીડિયો બનાવવા, વન્યજીવોને હેરાનગતિ પહોંચાડવી સહિતની ઘટનાને આધારે વન વિભાગની ટીમે સ્થાનિક પોલીસની મદદથી વેરાવળ અને પ્રભાસ પાટણ કુલ 8 શખસોની અટકાયત કરી વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
અટકાયત કરાયેલા શખસોના નામ
- પંજા મોહમદ અમીનભાઈ
- બ્લોચ અયાઝ અનવર
- સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા
- કાજી ફારૂકનાઝ હુસૈન ઝાકીરહુસૈન
- કાલવત ઝેનુલ આબેદીન મહમદ
- ભાદરકા સોહિલ સુલેમાન
- મહમદજાબીલ અબુલ કાલાવાણીયા
- ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ
સોશિયલ મીડિયામાં નામના મેળવવા અને ફોલોઅર્સની ઘેલસામાં સિંહની પજવણીના વીડિયો વાઈરલ કરતાં હોય છે. આ પ્રકારની ઘટનાને લઈને વન વિભાગે લોકોને અપીલ કરી છે કે, 'સિંહ કનડગત કરવી કે વન્યજીવોને હેરાનગતિ પહોંચાડવી એ વન્ય સંરક્ષણ કાયદે હેઠળ ગુનો બને છે. આમ, જો કોઈ વ્યક્તિ સિંહ પજવણી કરતો જણાય તો વન વિભાગને જાણ કરવી.'









