બેરોજગારી અને આર્થિક સંકડામણથી પ્રૌઢે ગળાં પર બ્લેડ મારી જીવ દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: અમરેલી જિલ્લામાં આપઘાત,અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા છે. અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે રહેતા પ્રોઢે બેરોજગારી તથા આર્થિક સંકડામણને લીધે પોતાની જાતે ગળામાં બ્લેડ મારી જીવ દીધો હતો.લીલીયા મોટા તથા સાવરકુંડલામાં આપઘાતના બે બનાવો તથા માવજીંજવા અને અમરેલીમાં ડૂબી જતા બેના મોત થયા હતા.
અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે રહેતા અરવિંદભાઈ ઝવેરભાઇ ચૌહાણ (ઉ.વ. ૫૩ )ને કોઈ કામ-ધંધો મળતો ન હોવાથી તેઓ બેરોજગારી અને આથક તંગીથી કંટાળી ગયા હોવાથી તેમણે ગળા પર બ્લેડ મારી દેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. લીલીયા મોટા રહેતા ગોપીબેન નિલેશભાઇ સરવૈયા (ઉ.વ. ૨૮) ના નાના ૪ વર્ષના પુત્રને પેટમાં સારણગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. આ બાબતે માનસિક રીતે સતત ખરાબ વિચારો આવતા હોવાથી ચિંતામાં ગોપીબેન એ પોતાના ઘરે ગળાફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. સાવરકુંડલામાં રહેતા જયાબેન મનસુખભાઇ જમોડ (ઉ.વ. ૫૨) ને છેલ્લાં ઘણા સમયથી નીંદર ન આવવાતી હોય જેથી કંટાળીને તેમણે પોતાની મેળે ઝેરી પાવડર પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બગસરા તાલુકાના માવજીંજવા ગામે વાડીએ હરેશભાઈ પાંચાભાઈ ઠુંમર (ઉ. વ ૫૦)નું અકસ્માતે કુવામાં પડી જવાથી પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર આવેલ પાણા ખાણમાં ભરેલા પાણીમાં અજીતભાઈ ધીરુભાઈ આદિવાસી (ઉ.વ. ૩૩)નાહવા માટે પડતા ડૂબી જવાથી તેમનું મોત થયું હતું.




