દામનગર ચેમ્બરના પ્રમુખના પુત્રે આઈપીએલ ટિકિટની લાલસામાં રૂા.46 હજાર ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી : અમરેલી જિલ્લામાં ઓનલાઈન સાયબર ક્રાઈમના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે દામનગર અને લાઠી વિસ્તારમાં છેતરપિંડીના બે અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં આઇપીએલ મેચની ટિકિટ બુક કરાવવાના નામે દામનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પુત્રે આઈપીએલ મેચની ટિકિટની લાલસામાં રૂા.૪૬૫૮૮ ગૂમાવ્યાની ઘટના બની છે. જયારે બીજા બનાવમાં લાઠીના નાગરિકને ફેસબુક ફ્રેન્ડે તબીબી સહાયના નામે વિશ્વાસઘાત કરી રૂા.૮૫ હજાર પડાવી લેતા પોલીસમાં ફરિયાદનોંધાવાઈ છે.આ નાણા એણે ચાર મિત્રો પાસેથી એકત્ર કરીને આપ્યા હતા.
દામનગર ખાતે રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પુત્ર સુર્યાંશુભાઇ પ્રિતેશભાઇ નારોલા( ઉ.વ.૨૩), નામના યુવકને બોગસ વેબ પોર્ટલ મારફતે ક્રિકેટ મેચની ટિકિટ બુક કરી આપવાનું ે પ્રલોભન આપી સાઈબર ગઠિયાએ ે ટિકિટ બુકિંગ પેમેન્ટના નામે ક્યુ.આર. કોડ મોકલી યુવાનના ઁએકાઉન્ટમાંથી કુલ રૂ.૪૬,૫૮૮ ની ઠગાઈ કરી નાણાં ઉસેડી લીધા હતા.
બીજા બનાવમાં લાઠીના મતિરાળાગામે રામજી મંદિર પાસે રહેતાં,ખેતીકામ કરતા ચંદુભાઇ જીણાભાઇ બડુસ (ઉ.વ.૫૮) સાયબર ફ્રોડ નો ભોગ બન્યા છે.તેને ફેસબુક ફ્રેન્ડ ેસંપર્ક કરીે પોતે પરિચિત હોવાનું જણાવ્યું હતુ.એ પછી દવાખાનાના કામ માટે તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું જણાવી રકમની માગણી કરી હતી .એ પૈસા ટૂંક સમયમાં પરત આપી દેવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા.આથી એના વિશ્વાસમાં આવી જઈ જુદા જુદા નામના ગુગલ પે ક્યુ આર કોડ મોકલી, ચંદુભાઈ તથા તેમના પત્નિના સંયુક્ત બેંક ખાતામાંથી કુલ ૧૦ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. ૮૫,૦૦૦ મેળવી લઈ છેતરપિંડી આચરી હતી.આ નાણા એણે જુદા જુદા ચાર મિત્રો પાસેથી મેળવીને આપ્યા હતા. આ બનાવ અંગે લાઠી પોલીસ ફરિયાદ નોઘાવતા પોલીસેે તપાસ હાથ ઘરી હતી




