Amreli

VIDEO| અમરેલી: રાજુલાના ચોત્રા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર, 15થી 20 બકરાઓ તણાયા, પશુપાલકનો બચાવ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદને કારણે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ચોત્રા ગામે નદીના પ્રવાહમાં 15થી 20 બકરા તણાયા હતા. બકરા બચાવવા ગયેલા પશુપાલક પણ તણાયા હતા, પરંતુ ગ્રામજનોએ તેમને 200 મીટર દૂરથી હેમખેમ બચાવી લીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમરેલી: રાજુલાના ચોત્રા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર, 15થી 20 બકરાઓ તણાયા, પશુપાલકનો બચાવ

Many Goat Swept Away In Rajula River Flood: અમરેલીના મોટાભાગના તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ થતાં રાજુલાના ચોત્રા ગામે રાયડી નદીમાં ઘોડાપૂર આવતા બંને કાંઠે વહેતી થઈ હતી. નદીમાં પાણીના જોરદાર પ્રવાહમાં 15થી 20 જેટલાં બકરાઓ ફસાતાં પૂરમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં પશુ માલિક બકરાને બચાવવા જતાં નદીમાં તણાયા હતા. જો કે, ગ્રામજનોએ પશુપાલકને હેમખેમ રીતે બચાવી નદીમાંથી બહાર કાઢ્યા હતા.

રાજુલાના ચોત્રા ગામની રાયડી નદીમાં ઘોડાપૂરમાં 15થી 20 બકરાઓ તણાયા

રાજુલાના ગ્રામ્ય પંથક ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજુલાના ચોત્રા ગામે રાયડી નદીમાં ઘોડાપૂરને પગલે ગામના પશુપાલક ધકડાભાઈના બકરાઓ પાણીમાં તણાયા હતા. જેને લઈને બકરાને બચાવવા નદીમાં પડેલા પશુપાલક પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

જો કે, નદીમાં 200 મીટર દૂરથી ગ્રામજનોએ પશુપાલકને બચાવી લીધા હતા. રાજુલામાં પ્રથમ વરસાદમાં જ રાયડી નદીમાં ઘોડાપૂર આવતા ગામલોકો નદીએ ઉમટ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: અમરેલી જિલ્લામાં મેઘ મહેર: રાજુલા-જાફરાબાદ સહિત અનેક પંથકોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, નદીઓ વહેતી થઈ

અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે(1 જુલાઈ) રાજ્યના 70 તાલુકાથી વધુ સ્થળોએ વરસાદી માહોલ છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવવાની સાથે સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભા, લાઠી, ધારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને લઈને જાફરાબાદમાં ભાડીયો નદી બંને કાંઠે વહેતી થઈ છે. આમ, જિલ્લામાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે.