Amreli

અમરેલી: જાફરાબાદમાં શિક્ષણ જગત શર્મસાર!, વિદ્યાર્થિનીઓની છેડતી અને દુષ્કર્મના આરોપમાં શિક્ષકની ધરપકડ

By GS Team
16 Oct 20261 min read
TukuTouch Logo
અમરેલીના જાફરાબાદ પંથકની સરકારી શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળાના શિક્ષક રામશંકર પંડ્યાએ 3 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં અને 1 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. DySPના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: જાફરાબાદમાં શિક્ષણ જગત શર્મસાર!, વિદ્યાર્થિનીઓની છેડતી અને દુષ્કર્મના આરોપમાં શિક્ષકની ધરપકડ

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકની એક સરકારી શાળામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શાળામાં ફરજ બજાવતા એક નરાધમ શિક્ષકે પોતાની જ શાળાની વિદ્યાર્થિનીઓ પર શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફરી વળી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

શાળામાં જ શિક્ષકે આચર્યું દુષ્કર્મ!

મળતી માહિતી મુજબ, જાફરાબાદ પંથકની સરકારી શાળામાં ફરજ બજાવતો શિક્ષક રામશંકર પંડ્યા શાળાની 3 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં (છેડતી) કર્યા હતા, જ્યારે 1 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થિનીઓએ આ સમગ્ર આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી, જેથી પરિવારજનોએ ત્વરિત પોલીસનો સંપર્ક કર્યો હતો.

વિદ્યાર્થિનીઓના પરિવારો દ્વારા પોલીસ મથકે પહોંચી રજૂઆત કરાતાં પોલીસે મોડી રાત્રે જ શિક્ષક રામશંકર પંડ્યા સામે પોક્સો (POCSO) અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.

DySP ના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલુ

જાફરાબાદ ડિવિઝનના DySP એ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શિક્ષક રામશંકર પંડ્યા દ્વારા 3 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં અને 1 વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ અને તપાસની કામગીરી ચાલુ છે.